IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા સચિનની પંતને ટકરદાર સલાહ, ટીમ ઇન્ડિયાની નવી શરૂઆતની આશાઓ પંત પર
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી આજે લીડ્સના મેદાન પર શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ એક નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે જ્યાં શુભમન ગિલને કમાન સોંપવામાં આવી છે, જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઉપ-કેપ્ટન તરીકે વધુ જવાબદારી મળેલી છે. આ શ્રેણી માટે પંતની ભૂમિકા બેટિંગ અને નેતૃત્વ બંને દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટેસ્ટ મેચની આ શ્રેણી પહેલાં, ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પંતને એક મહત્વપૂર્ણ ‘ગુરુમંત્ર’ આપ્યો છે, જે માત્ર તેની બેટિંગ નહીં પરંતુ મનોદશા અને રમતના અભિગમ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
સચિનની સલાહ: “જ્યારે જરૂરી હોય ત્યારે શાંતિ અને ધીરજ રાખો”
ESPN સાથે વાતચીતમાં સચિને કહ્યું, “મને ખાતરી છે કે પંત ટીમના હિતમાં રમશે, પણ તેનો અભિગમ દરેક સ્થિતિમાં બદલાય તેમ હોવો જોઈએ. ખાસ કરીને જ્યારે ટીમને રમત બચાવવી હોય ત્યારે રક્ષણાત્મક અભિગમ પણ અપનાવવો પડે.”
Two cricketing icons. One special recognition
The legendary Sachin Tendulkar and James Anderson pose alongside the new – #TeamIndia | #ENGvIND | @sachin_rt | @jimmy9 pic.twitter.com/4lDCFTud21
— BCCI (@BCCI) June 19, 2025
તેમણે ઉમેર્યું કે, “ક્યારેક એક કે બે કલાક સુધી તમને જોખમી શોટ્સથી દૂર રહીને ખેલવું પડે. દરેક વખતે આક્રમક બેટિંગ યોગ્ય નથી.”
સચિને વધુમાં કહ્યું, “હું જો કેપ્ટન હોત, તો દસમાંથી નવ વખત પંતને કહેત કે ‘જાઓ અને તમારી રમત રમો,’ પણ જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે અભિગમ બદલવો જરૂરી છે.”
Sachin Tendulkar gives his #ENGvIND series prediction
️ https://t.co/FWGqXanKrp pic.twitter.com/eejyIwYfUf
— ESPNcricinfo (@ESPNcricinfo) June 19, 2025
ઇંગ્લેન્ડમાં પંતનું રેકોર્ડ – વિશ્વાસની સાથે ઉતરશે મેદાને
ઋષભ પંત આ શ્રેણીમાં પાચમા ક્રમ પર બેટિંગ કરશે. ઇંગ્લેન્ડની જમીન પર તેણે અત્યાર સુધી 9 ટેસ્ટમાં 556 રન બનાવ્યા છે જેમાં 2 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની આક્રમકતા ઘણી વખત મેચની સ્થિતિને બદલી શકે છે, પરંતુ તે જ આક્રમકતા ક્યારેક ટીમ માટે જોખમ પણ બની શકે છે.
આ કારણે, હાલમાં જ્યારે ભારતીય ટીમ નવી યાત્રા શરૂ કરી રહી છે ત્યારે પંત પાસેથી સ્થિર અને સમજદારીભર્યું પ્રદર્શન અપેક્ષિત છે – અને કદાચ સચિનનો ‘ગુરુમંત્ર’ એ દિશામાં સૌથી મોટી કડી બની શકે છે.