- આર્થિક મંદીથી પરેશાન વાયુસેનાના પૂર્વ કર્મચારીએ ફાંસી લગાવી
- પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદની આશા
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના એક હોટલમાં આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આર્થિક મંદીથી પરેશાન વાયુસેનાના પૂર્વ કર્મચારીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મૃતકે આત્મહત્યાનું કારાણ દેશમાં મંદી અને ભ્રષ્ટાચારને ગણાવ્યું હતું. સાથે જ પૂર્વ મંત્રી પી ચિદમ્બરમને આ સ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા હતા. મૃતક પાસે ચાર પેજની સ્યૂસાઇડ નોટ પણ મળી હતી. પોલીસે પરિવારને સૂરના આપી ને બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલવી છે.
મૃતકનું નામ બીજન દાસ છે. તેમની ઉંમર 55 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. સ્યૂસાઇડ નોટમાં પી ચિદમ્બરને મંદી અને ભ્રષ્ટાચાર માટે જવાબદાર ગણાવ્યા હતાં. તેમણે પોતાના ગાયક પુત્ર માટે પીએમ નરેન્દ્ર મોદી પાસે મદદની આશા રાખી છે. સાથે જ જિલ્લા પ્રશાસનને આગ્રહ કર્યો છે કે તેમને પ્રયાગરાજમાં દ્ફ્નાવવામાં આવે. પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
બિજન દાસ 6 સપ્ટેમ્બરે કોઈ કામ થી પ્રયાગરાજ ગયા હતાં. તે અહીંના ખૂલદ્દાબાદ વિસ્તારની હોટલમાં રોકાયા હતાં. તેઓ રૂમ નં214 માં રોકાયા હતાં. રાત્રે તેઓ રૂમમાં જતાં દેખાયા હતાં. પરંતુ સવારે તે પોતાના રૂમમાંથી બહાર આવતાં દેખાયા ન હતા અને વેટરે પણ સૂતા જાણી ઉઠાળ્યા ન હતાં. સાંજે હોટલ મેનેજરને ખબર પડી અને કુલરના પાછળ થી જોયું તો તે પંખા સાથે લટકેલી હાલતમાં હતાં.