Stock Market ત્રણ દિવસના ઘટાડા બાદ બજાર પરત ચમક્યું, રોકાણકારોમાં ઉમંગ
Stock Market ભાજપના સતત ત્રણ દિવસ સુધી શેરબજારના ઘટાડા બાદ શુક્રવાર, 20 જૂન 2025ના રોજ ભારતીય શેરબજારમાં જોરદાર પુનરાગમન જોવા મળ્યું. BSE સેન્સેક્સ 1046.30 પોઈન્ટ (1.29%) વધીને 82,408.17ના સ્તરે પહોંચ્યો જ્યારે NSE નિફ્ટી 50 પણ 319.15 પોઈન્ટ (1.29%) વધીને 25,112.40 પોઈન્ટ પર બંધ રહ્યો.
આ અગાઉના ત્રણ દિવસ એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવારે શેરબજાર સતત ઘટાડા સાથે બંધ થયો હતો, જેના કારણે રોકાણકારોમાં થોડી નિરાશા જોવા મળી હતી. પરંતુ અઠવાડિયાના અંતે બજારે ઉછાળો લાવીને સકારાત્મક વળાંક લીધો છે.
કયા શેરોએ બતાવી મજબૂતી? Airtel, નેસ્લે અને M&Mમાં તેજી
સેન્સેક્સની 30 કંપનીમાંથી 27 કંપનીઓના શેર લીલા નિશાન પર બંધ થયા. ખાસ કરીને ભારતી એરટેલના શેરમાં 3.17% નો ઊછાળો જોવા મળ્યો. નેસ્લે ઇન્ડિયાના શેરમાં 2.98% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 2.86% નો મજબૂત વધારો નોંધાયો.
અન્ય મોટાં શેરો જેમ કે પાવર ગ્રીડ (2.18%), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (2.08%), HDFC બેંક (1.54%), NTPC (1.43%), SBI (1.40%), HCL ટેક (1.37%) અને ICICI બેંક (1.02%) સહિતના શેરોમાં પણ સરસ વધારો નોંધાયો હતો.
ન્યૂનતમ ઘટાડા સાથે બંધ થયેલા શેરો
આજના દિવસમાં માત્ર ત્રણ શેર એવા રહ્યા જેમણે લાલ નિશાન પર વેચાણનો દબાણ અનુભવ્યો. એક્સિસ બેંકના શેરમાં 0.16% નો ઘટાડો નોંધાયો. ઉપરાંત, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.07% અને મારુતિ સુઝુકીમાં 0.02% નો નાનો ઘટાડો જોવા મળ્યો.
શુક્રવારે શેરબજારની મજબૂત તેજી રોકાણકારોમાં આત્મવિશ્વાસનો સંચાર કરે છે. જેટલાં મુખ્ય શેરોએ મજબૂતી દર્શાવી છે, તેને ધ્યાનમાં લેતાં આવનારા દિવસોમાં પણ બજાર સ્થિરતા અને વૃદ્ધિ તરફ આગળ વધી શકે છે. ખાસ કરીને ઓઇલ, બેંકિંગ અને ફાર્મા ક્ષેત્રે હજી પણ સારું મોમેંટમ જોવા મળી શકે છે.