Paris Diamond League 2025 પહેલી જ ટ્રાયમાં વિજયની ઝલક
Paris Diamond League 2025 ભારતના સુપરસ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025માં ગોલ્ડ મેડલ જીત્યો છે. સ્ટેડ સેબેસ્ટિયન ચાર્લેટી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં, નીરજ ચોપરાએ પ્રથમ રાઉન્ડમાં 88.16 મીટર સુધીનો શાનદાર થ્રો કરીને મેચની શરૂઆતમાં જ આગળ વધીને પોતાનું દબદબું સ્થાપિત કર્યું. શરુઆતથી લીડ ધરાવનાર નીરજે અંત સુધી પોતાનો સરાસરી પ્રદર્શન જાળવી રાખ્યું અને કોઈ પણ ખેલાડી તેનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો નહીં.
હારનો બદલો, નવા વિજય સાથે
જર્મનીના જુલિયન વેબરને પાછળ છોડી ને નીરજે આ જીત હાંસલ કરી છે. જે ખાસ વાત છે તે છે કે પેહલા નીરજ ચોપરા જુલિયન સામે બે વખત હારી ચૂક્યો હતો — તાજેતરમાં 16 મે 2025ના રોજ દોહા ડાયમંડ લીગમાં પણ નીરજને જુલિયને પછાડ્યો હતો. પણ આ વખતે નીરજએ પોતાની ક્ષમતા અને મજબૂતી દર્શાવીને શાનદાર રિવેન્જ લીધો છે.
NEERAJ CHOPRA PARIS DL
With Massive 1st Attempt Throw of 88.16 Lieutenant Colonel Neeraj Chopra claimed Top Spot in Paris !!
His 6 Throws were !
88.16,85.10,X,X,X,82.89 !!Maintained his Top 2 Streak since Tokyo Olympics still !!
#ParisDL pic.twitter.com/YGWvWHsBhP
— Navin Mittal (@NavinSports) June 20, 2025
જુલિયને પેરિસમાં 87.88 મીટર (પ્રથમ થ્રો) અને 86.20 મીટર (બીજો થ્રો) સુધીના પ્રયાસ કર્યા હતા. જ્યારે બ્રાઝિલના મૌરિસિયો લુઇઝે 86.62 મીટરનો થ્રો કરીને ત્રીજા સ્થાને રહ્યો.
નીરજના પ્રદર્શનનો વિસ્થાર
નીરજ ચોપરાએ પહેલી ટ્રાયમાં 88.16 મીટરનો થ્રો કર્યો અને બીજા પ્રયત્નમાં 85.10 મીટર સુધી ભાલો ફેંક્યો. ત્રીજો અને ચોથો થ્રો ફાઉલ રહ્યો, જ્યારે છઠ્ઠા પ્રયાસમાં તેણે 82.89 મીટરનો થ્રો કર્યો. તેમ છતાં, તેનો પહેલો જ થ્રો પૂરતો સાબિત થયો ગોલ્ડ મેડલ માટે.
NEERAJ CHOPRA WINS PARIS DIAMOND LEAGUE
– The best attempt of 88.16m in first throw pic.twitter.com/dhYVQPUr5E
— The Khel India (@TheKhelIndia) June 20, 2025
આગળનું લક્ષ્ય – NC ક્લાસિક
પેરિસમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે નીરજ ચોપરા 5 જુલાઈથી શરૂ થનારી NC ક્લાસિક માટે તૈયારીમાં લાગી ગયો છે. ચાહકોમાં તેની આગામી પ્રદર્શન માટે ઉત્સાહ છે, ખાસ કરીને ઓલિમ્પિક પહેલાની મહત્વપૂર્ણ સ્પર્ધાઓના દ્રષ્ટિકોણથી.
નીરજ ચોપરાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે ભાલા ફેંકમાં વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં એક છે. પેરિસની વિદેશી ધરતી પર ત્રિરંગો લહેરાવતાં ગર્વની લાગણી પુરતી ઊભરી આવી. હવે દેશભરનાં ચાહકોની નજર એ બાબત પર છે કે નીરજ આગામી ટુર્નામેન્ટ્સમાં શું નવો ઇતિહાસ સર્જે છે.