NPCI તરફથી ઈન્કમ ટેક્સ પોર્ટલ પર નવી પહેલ
NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આવકવેરા વિભાગ સાથે મળીને પાન અને બેન્ક એકાઉન્ટના લિંકિંગ તથા વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સેવા આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે ટેક્સદાતાઓ માટે ઉપયોગી સાબિત થશે. આથી ટેક્સદાતા હવે ઝડપથી PAN અને બેન્ક એકાઉન્ટ લિંક કરી શકશે તથા મેન્યુઅલ ચકાસણીમાં થતા વિલંબથી છૂટકારો મળશે.
API દ્વારા રિયલ-ટાઈમ ચકાસણી શક્ય
NPCI દ્વારા રજૂ કરાયેલ નવી સુવિધા API (Application Programming Interface) પર આધારિત છે, જે બે અલગ સિસ્ટમ વચ્ચે ડેટાનો સુરક્ષિત અને ઝડપી આદાનપ્રદાન સુનિશ્ચિત કરે છે. API બેન્કોની કોર બેંકિંગ સિસ્ટમ (CBS) સાથે સીધી જોડાણ સ્થાપિત કરી, ગ્રાહકના PAN નંબર, એકાઉન્ટ સ્ટેટસ અને ખાતાધારકના નામની રિયલ ટાઈમ વેરિફિકેશન કરવામાં મદદ કરશે.
સરકારી વિભાગો માટે પણ લાભદાયી પગલું
આ ઇન્વોવેશન ખાસ કરીને આવકવેરા વિભાગ અને અન્ય સરકારી સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ છે. હવે તેઓ તેમના ગ્રાહકો અથવા લાભાર્થીઓના બેન્ક ખાતાની વિગતો ઝડપથી અને વિશ્વસનીય રીતે ચકાસી શકે છે. NPCI એ તમામ સભ્ય બેન્કોને આ સુવિધાને તાત્કાલિક લાગુ કરવાની અપીલ પણ કરી છે.
ટેક્સદાતાઓ માટે સૌથી મોટા ફાયદા
આ નવી સુવિધાથી ટેક્સદાતાઓને અનેક પ્રકારના ફાયદા થશે:
- PAN અને બેન્ક એકાઉન્ટ લિંક કરતી વખતે સમયની બચત થશે
- મેન્યુઅલ વેરિફિકેશનની ભૂલ ઓછી થશે
- રિફંડ અને અન્ય ચુકવણીઓ વધુ ઝડપથી પ્રાપ્ત થશે
- વેરિફિકેશન પ્રક્રિયા વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે
અત્યાર સુધી ટેક્સદાતાઓએ ITR ફાઇલ કર્યા પછી સામાન્ય રીતે 10-12 દિવસોમાં વેરિફિકેશન સ્ટેટસ અપડેટ થતો હતો. હવે આ પ્રક્રિયા ઓટોમેટેડ હોવાના કારણે ટાઈમિંગ ઘટશે અને વપરાશકર્તા અનુભવ સુધરશે.
NPCI દ્વારા શરૂ કરાયેલી API આધારિત પદ્ધતિ ટેક્સદાતાઓ તેમજ સરકારી વિભાગો માટે એક મહત્વપૂર્ણ અને વ્યવહારૂ પગલું છે. આથી, આવકવેરા સાથે સંબંધિત તમામ લિંકિંગ અને વેરિફિકેશન પ્રક્રિયાઓ વધુ ઝડપથી, ખામિયત વિહોણી અને સુરક્ષિત રીતે સંપન્ન થશે.