North Korea 2G Network: 2G નેટવર્ક, ઇન્ટ્રાનેટ સિસ્ટમ અને દરેક ઘડીએ સ્ક્રીનશોટ આપવાની ફરજ – જાણો ડિજિટલ લોકડાઉનનો સાચો ચહેરો
North Korea 2G Network: જ્યારે સમગ્ર વિશ્વ 5G પછી હવે 6G ટેક્નોલોજી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ઉત્તર કોરિયા આજે પણ ડિજિટલ દૃષ્ટિએ એકદમ પાછળ છે. અહીંના નાગરિકો માટે ઇન્ટરનેટ એ સુવિધા નહીં, પણ સરકારની સખત નજર હેઠળની સેવા છે. ઉત્તર કોરિયામાં સામાન્ય લોકો પાસે વૈશ્વિક ઇન્ટરનેટની ઍક્સેસ નથી. તેઓ માત્ર સરકાર દ્વારા નિયંત્રિત અને નિયત કરેલા લોકલ નેટવર્ક ‘ક્વાંગમ્યોંગ’ (Kwangmyong) નો ઉપયોગ કરી શકે છે, જેને ઇન્ટ્રાનેટ તરીકે ઓળખવામાં આવે છે.
સરકારનું કડક નિયંત્રણ
ઉત્તર કોરિયામાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ સરેરાશ નાગરિક માટે શક્ય નથી. અહીં ફક્ત થોડા ઉચ્ચ હોદ્દા ધરાવતા સરકારી અધિકારીઓને ઇન્ટરનેટ પર કામ કરવાની છૂટ છે – અને એ પણ સરકારની સંપૂર્ણ દેખરેખ હેઠળ. સામાન્ય લોકો માટે ક્વાંગમ્યોંગ નેટવર્ક જ ઉપલબ્ધ છે, જેમાં વૈશ્વિક વેબસાઈટ્સ, સોશિયલ મીડિયા, અથવા આંતરરાષ્ટ્રીય સમાચાર ઉપલબ્ધ નથી.
માત્ર એટલું જ નહીં, જે લોકોને થોડુંક ડિજિટલ ઍક્સેસ મળે છે તેમને દર કલાકે ફોન કે કમ્પ્યુટરની સ્ક્રીનશોટ સરકારને મોકલવી પડે છે. આના થકી સરકારે ખાતરી કરવી હોય છે કે કોઇ પણ વ્યક્તિ સરકારવિરુદ્ધ માહિતી જોઈ કે શેર તો નથી કરી રહ્યો.
ડિજિટલ જીવન પણ નિયંત્રણ હેઠળ
ઉત્તર કોરિયામાં મોટા ભાગના નાગરિકો હજુ પણ 2G ફીચર ફોનનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન ઉપર કડક નિયંત્રણ છે અને જેમને તેમની મંજૂરી મળે છે તેમનું યંત્ર સંપૂર્ણપણે ટ્રેક કરવામાં આવે છે. અહીંનું ઇન્ટ્રાનેટ પણ ફક્ત લિમિટેડ વેબસાઈટ્સ, સરકારી માહિતી અને શિક્ષણસંબંધિત પોર્ટલ્સ પૂરતું જ છે.
અહીંના નાગરિકો માટે માત્ર ઇન્ટરનેટ નહીં, પરંતુ કપડાં, હેરસ્ટાઇલ, સંગીત, ફિલ્મો અને નિત્યજિંદગીના અન્ય પાસાઓ પર પણ કડક નિયંત્રણ છે. વિદેશી ફિલ્મો જોવી, ઓડિઓ સાંભળવી કે રેડિયો પર વિદેશી ન્યુઝ સાંભળવી પણ ગુનાની શ્રેણીમાં આવે છે.
ઉત્તર કોરિયામાં ઇન્ટરનેટ વિશે મહત્વપૂર્ણ હકીકતો:
ફક્ત સરકારી અધિકારીઓ માટે વૈશ્વિક ઇન્ટરનેટ ઍક્સેસ
સામાન્ય લોકો માટે ‘ક્વાંગમ્યોંગ’ ઇન્ટ્રાનેટ
દરેક ડિજિટલ પ્રવૃત્તિ પર સરકારની દેખરેખ
દર કલાકે સ્ક્રીનશોટ મોકલવાની ફરજ
વિદેશી મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ
સિસ્ટમનો દુરુપયોગ કરનારને કડક શારીરિક અને કાયદાકીય કાર્યવાહી
ઉત્તર કોરિયાનું ડિજિટલ માહોલ એ ઉદાહરણ છે કે ટેકનોલોજી હોય તો પણ સ્વતંત્રતા વગર તેનો અર્થ શું રહે છે.