Rohit Sharma WTC Record Broken: ઉપ-કેપ્ટન પંત હવે WTCમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન, રોહિત શર્માને પાછળ છોડી દીધા
Rohit Sharma WTC Record Broken: ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કપ્તાન ઋષભ પંતે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જે રેકોર્ડ અગાઉ રોહિત શર્માના નામે હતો, હવે તે ઋષભ પંતે તોડી નાખ્યો છે. IND vs ENG હેડિંગ્લી ટેસ્ટ દરમિયાન પંતે પોતાની દમદાર બેટિંગથી માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પોતાનું સ્થાન પણ મજબૂત બનાવ્યું છે.
છગ્ગા મારવામાં રોહિત શર્મા હવે પછાડાયા
રોહિત શર્મા, જેઓએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તેમણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ઇતિહાસમાં 56 છગ્ગા ફટકાર્યા હતા. તે સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન હતા. પરંતુ હવે, પંતે તેમને પાછળ છોડી દીધા છે. ઇંગ્લેન્ડ સામેની પોતાની ઇનિંગમાં પંતે 2 છગ્ગા ફટકાર્યા અને તેમની સંખ્યા 58 પર પહોંચી ગઈ છે – તે પણ ફક્ત 35 મેચમાં.
માત્ર છગ્ગા નહીં, 50+ સ્કોરમાં પણ પંતે લીધી આગળ વધી
રોહિતે WTC ઇતિહાસમાં કુલ 17 વખત 50થી વધુ રન બનાવ્યા છે, જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ યોગદાન સામેલ છે. બીજી તરફ, ઋષભ પંતે હવે કુલ 18 વખત 50+ સ્કોર કર્યો છે – જેમાં 14 અડધી સદી અને 4 સદી સામેલ છે. આ સિદ્ધિ પંતે નાની સંખ્યામાં મેચ રમીને પ્રાપ્ત કરી છે, જે તેમનું ઍટેકિંગ સ્ટાઈલ અને સતત પ્રભાવશાળી પ્રદર્શન દર્શાવે છે.
ઋષભ પંતનો ઉત્સાહજનક સફર
ઋષભ પંતની આ સિદ્ધિઓ બતાવે છે કે તે માત્ર એક વિકેટકીપર બેટ્સમેન જ નથી, પણ તે ભારતીય ટેસ્ટ ટીમના ભવિષ્યના સ્થીર પાયાની જેમ ઊભરી રહ્યો છે. રોહિત શર્મા જેવો દિગ્ગજ ખેલાડી હવે તેમના પાછળ છે, અને પંતની આગળની યાત્રા માટે વધુ રેકોર્ડ તોડવાના દરવાજા ખુલ્લા છે.
પંત હવે માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ મૈદાને જોશ અને ધમાકેદાર પ્રદર્શનથી ભારતીય ટીમનો મોટો આધાર બની રહ્યો છે.