Kesar Mango Grafting: વરસાદથી ખેતી માટે ઉત્તમ માહોલ, કેસર કેરીના કલમોની માંગમાં તેજી
Kesar Mango Grafting: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તથા ધારી પંથકમાં કેસર કેરીના કલમોની માંગમાં તાજેતરના ભારે વરસાદ બાદ ભારે ઉછાળો આવ્યો છે. સારો વરસાદ પડતાં ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે, જેને કારણે ખેડૂતોએ કેસર કેરીના કલમોની ખરીદી શરૂ કરી દીધી છે. હાલ દરરોજ લગભગ 50,000 કલમોનું વેચાણ થઈ રહ્યું છે.
દરરોજ 50,000 કલમો વેચાણ માટે તૈયાર
સાવરકુંડલા, ધારી, ઠવી, સરિયા, ભંડારીયા સહિતના ગામોમાં કેસર કેરીના કલમોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરરોજ 50,000 કલમોનું વેચાણ એ વાતનો પુરાવો છે કે ખેડૂતોએ આ તકનો પુરેપુરો લાભ લઈ કલમોની માંગ પૂરી પાડી રહી છે.
ઠવી ગામના ખેડૂત ગણપતભાઈ પરમારનો અનુભવ
ઠવી ગામના અનુભવી ખેડૂત ગણપતભાઈ પરમારે જણાવ્યું કે તેમના પાસે 30 વિઘાની જમીન છે, જેમાંથી 10 વિઘાની જમીનમાં કેસર કેરીના કલમો તૈયાર કરવામાં આવે છે. આ કલમો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ સુધી મોકલવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઠવી ગામના કલમોની માંગ વધારે રહે છે.
કલમોની કિંમત: 50 થી 300 રૂપિયા સુધી
ગણપતભાઈએ જણાવ્યું કે કેસર કેરીના કલમોની કિંમત પ્રતિ કલમ રૂપિયા 50 થી 300 સુધી રહે છે. કલમની જાત અને ક્વોલિટી મુજબ કિંમતમાં ફેરફાર જોવા મળે છે.
ખેતીમાં નવા રોજગારીના દ્વાર ખૂલ્યા
કેસર કેરીના કલમોની માંગમાં થયેલ ઉછાળાએ સાવરકુંડલા તથા ધારી પંથકના ખેડુતો માટે રોજગારી અને આર્થિક વિકાસનો માર્ગ ખોલ્યો છે. આ વિસ્તાર હવે કેસર કેરીના કલમો માટે રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ જાણીતો બની રહ્યો છે.
કેસર કેરીથી ખેડૂત બન્યા આત્મનિર્ભર
ભારે વરસાદ બાદ કેસર કેરીના કલમોની માંગે ખેડૂત સમાજ માટે ઉત્તમ તકો ઊભી કરી છે. યોગ્ય પરિસ્થિતિ તથા ખેડૂતનો જહેમતપૂર્વકનો પ્રયત્ન એ કેસર કેરીના કલમોને ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચાડી રહ્યા છે. આજના સમયમાં કેસર કેરીના કલમોની માંગ ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી સાબિત થઈ રહી છે.