Gujarat Gram Panchayat Election 2025: રાજ્યભરમાં મતદાનનો માહોલ
Gujarat Gram Panchayat Election 2025: ગુજરાતમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતો માટે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલી રહેલા આ મતદાનમાં લગભગ 81 લાખ મતદારો પોતાનો મત આપી રહ્યા છે. આ ચૂંટણીના પરિણામ 25 જૂને જાહેર થશે.
મહેસાણામાં બપોર સુધી 26.96% મતદાન નોંધાયું
ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત 6 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં બપોર સુધી 26.96 ટકા મતદાન નોંધાયું છે, જયારે અન્ય જિલ્લાઓમાં પણ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.
મહિસાગરમાં અકસ્માત: 2નાં મોત, 13 ઇજાગ્રસ્ત
મતદાન માટે જતા પેસેન્જર વાહન ‘તોફાન’નું ટ્રેલર સાથે સંતરામપુર બાયપાસ નજીક અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં દાહોદ જિલ્લાના 2 મતદારોના મોત થયા હતા, જયારે 13 લોકોને ઇજા પહોંચી હતી.
751 ગ્રામ પંચાયતો પહેલેથી જ બિનહરીફ જાહેર
ગુજરાતમાં યોજાઈ રહેલી 8088 ગ્રામ પંચાયત ચૂંટણીમાં 751 પંચાયતો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
2021માં મતદાનનું પ્રમાણ 78.30 ટકા હતું
2021ની ગ્રામ પંચાયત ચૂંટણીમાં રાજ્યભરમાં 78.30 ટકા મતદાન નોંધાયું હતું. 1.81 કરોડ મતદારોમાંથી 1.42 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. ત્યારે રાજ્યભરમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવારો તથા સભ્ય પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.