Chimpanzees Arrival at SOU Jungle Safari: ચિમ્પાન્ઝીનું SOU જંગલ સફારીમાં આગમન
Chimpanzees Arrival at SOU Jungle Safari: સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં હવે આફ્રિકાના રેઇન ફોરેસ્ટના બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી “ચિમ્પાન્ઝી”નું આગમન થયું છે. 22 જૂનથી ચિમ્પાન્ઝી સફારી પરિવારનો ભાગ બન્યા છે, જ્યાં પ્રવાસીઓ તેમને નજીકથી નિહાળી શકશે.
આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસે ખાસ ભેટ
22 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસ તરીકે ઉજવાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘન જંગલોનું સંરક્ષણ કરવો છે. એ ખાસ દિવસે જ ચિમ્પાન્ઝી ગુજરાતમાં આવ્યા છે, જેને કારણે પ્રવાસીઓને હવે આ દુર્લભ જીવોને નિહાળવાની અનોખી તક મળી રહી છે.
અબુધાબીથી લાવવામાં આવ્યા ચિમ્પાન્ઝી
આ ચિમ્પાન્ઝી મૂળ આફ્રિકાના જંગલોમાં રહેતા હોવા છતાં તેમને સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપિટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફથી લાવવામાં આવ્યા છે. લગભગ ચાર મહિના પહેલા તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી 1 નર અને 2 માદા ચિમ્પાન્ઝીને એકતા નગરમાં લાવવામાં આવ્યા.
ખાસ પિંજરું અને જંગલ જેવી વ્યવસ્થા
ચિમ્પાન્ઝીને નવા વાતાવરણમાં એડજસ્ટ કરવા માટે પ્રથમ તેમને ખાસ સુવિધાવાળી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. હવે તેમની માટે ખાસ ડિઝાઇન કરેલું પિંજરું બનાવાયું છે, જ્યાં આફ્રિકાના ઘન જંગલો જેવી જ પરિસ્થિતિ ઉભી કરવામાં આવી છે. ચિમ્પાન્ઝી હવે પોતાના નવા ઘરે આનંદપૂર્વક રહેવા લાગ્યાં છે.
ચિમ્પાન્ઝીના તમામ જરૂરીયાતોની કાળજી
આ પિંજરું એ રીતે તૈયાર કરાયું છે કે જેમાં ચિમ્પાન્ઝીના જૈવિક, માનસિક અને સામાજિક જરૂરીયાતોને સંપૂર્ણપણે ધ્યાનમાં લેવાઈ છે. ખાસ નિર્માણના કારણે ચિમ્પાન્ઝી હવે નવા વાતાવરણમાં એડજસ્ટ થઈ ગયા છે અને અહીં આનંદપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે.