US Iran Strike અમેરિકાના હુમલા પછી ઈઝરાયલે હવાઈ ક્ષેત્ર બંધ કર્યું, ઈરાનના પરમાણુ સ્થળો બન્યા ટાર્ગેટ
US Iran Strike ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાને પગલે ઈઝરાયલના એરપોર્ટ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે તે દેશના હવાઈ ક્ષેત્રને બંધ કરી રહ્યું છે.
ઓથોરિટીએ કહ્યું કે તે “તાજેતરના વિકાસને કારણે” હવાઈ ટ્રાફિક બંધ કરી રહી છે. જોકે, ઓથોરિટીએ એ જણાવ્યું નથી કે આ કેટલો સમય ચાલશે.
રવિવારે વહેલી સવારે અમેરિકાએ ત્રણ ઈરાની પરમાણુ સ્થળો પર હુમલો કર્યો, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાના હેતુથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં જોડાયો.
દરમિયાન, ઈરાને કહ્યું કે ઇસ્ફહાન, ફોર્ડો, નાતાન્ઝ અને અન્ય પરમાણુ સ્થાપનો પર યુએસ હુમલા બાદ ‘રેડિયેશનના કોઈ સંકેતો’ નથી.
ઈરાનના રાજ્ય મીડિયાએ દેશના રાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા પ્રણાલી કેન્દ્રના એક નિવેદનને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલા પછી ‘રેડિયેશન ડિટેક્ટર’ ને કોઈ કિરણોત્સર્ગી ઉત્સર્જન મળ્યું નથી.