US Strikes Iran ‘મિડનાઈટ હેમર’ હેઠળ અમેરિકા ઈરાન પર તૂટી પડ્યું: ટ્રમ્પનો આદેશ, પર્માણુ સ્થળો નાશ પામ્યા
US Strikes Iran મધ્ય પૂર્વમાં તણાવે નવો વળાંક લીધો છે. 22 જૂન, 2025ના રોજ વહેલી સવારે, અમેરિકા દ્વારા ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ કેન્દ્રો – ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પર એક સચોટ અને વિશાળમાપી હવાઈ હુમલો કરવામાં આવ્યો. યુએસ સંરક્ષણ વિભાગે જણાવ્યું કે આ સમગ્ર ઓપરેશનને ‘મિડનાઈટ હેમર’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે નિવેદનમાં જણાવ્યું કે, “અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમનો માળખાગત નાશ કર્યો છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલે છે, ત્યારે દુનિયાએ સાંભળવું જોઈએ. આ કોઈ પરંપરાગત વહીવટ નથી – આ ટ્રમ્પનું નેતૃત્વ છે.” હેગસેથે દાવો કર્યો કે પૃથ્વી પર કોઈ પણ દેશ આવી પ્રકારની હથોડી જેવી કાર્યવાહી કરી શક્યો ન હોત.
આ ઓપરેશનમાં એક મહત્વપૂર્ણ બાબત એ રહી કે યુએસે સ્પષ્ટ જણાવ્યું કે હુમલાઓમાં કોઈ પણ ઈરાની સૈનિક કે સ્થાનિક નાગરિકને નિશાન બનાવવામાં નથી આવ્યા. “અમારું લક્ષ્ય માત્ર અને માત્ર ઈરાનના પરમાણુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવાનો હતો,” એમ પેન્ટાગોને જણાવ્યું.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ઘણા રાષ્ટ્રપતિઓએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે કાળ્પનિક પ્રયાસો કર્યા હતા, પરંતુ ફક્ત તેમણે જ તે હકીકતમાં ફેરવ્યું. ટ્રમ્પે આ કાર્યવાહી બાદ જણાવ્યું કે, “શાંતિ એ મારો મુખ્ય ઉદ્દેશ છે, પણ શાંતિ માટે પીઠ ન આપવી પડે એ માટે શક્તિ બતાવવી જરૂરી છે.”
અમે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે કોઈ પ્રતિસાદ આપવાનો પ્રયાસ કરશે, તો તે વધુ તીવ્ર અને હાનિકારક જવાબ માટે તૈયાર રહે, એમ અમેરિકાએ કહ્યું.
આ કાર્યવાહીથી એક બાજુ ટ્રમ્પના સમર્થકોમાં ખુશી છે, તો બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્લેષકોમાં ચિંતા વધી રહી છે – શું હવે મધ્ય પૂર્વ વધુ ઉગ્ર સંઘર્ષ તરફ આગળ વધી રહ્યો છે?