Rishabh Pant Ball Change લીડ્સ ટેસ્ટમાં સદી બાદ વિકેટ પાછળ રીઢો દેખાવ, પણ બોલ બદલવા મુદ્દે થયો વિવાદ
Rishabh Pant Ball Change લીડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પોતાની રમત અને ગુસ્સાના કારણે ચર્ચામાં રહ્યો. પહેલા બેટિંગ દરમિયાન પંતે શાનદાર 134 રનની ઇનિંગ રમી હતી અને પછી વિકેટકીપિંગમાં પણ 2 કેચ ઝડપી ને પોતાની ભાષામાં જવાબ આપ્યો. જોકે એક ક્ષણ આવી જ્યાં પંત અમ્પાયર સાથે બોલ બદલવા મુદ્દે તકલીફ અનુભવી અને નારાજગી દર્શાવી.
આ ઘટના ઈંગ્લેન્ડની ઇનિંગની 60મી ઓવરમાં બની હતી. પંતે અમ્પાયર પોલ રાઈફલને બોલ ચેક કરવા માટે કહ્યું, જે બાદ ગેજથી ચેક કરવામાં આવ્યું અને બોલ પાસ થયો. પરંતુ પંત અણસંતોષિત રહ્યો અને ફરી બોલ તપાસવા કહ્યું. અમ્પાયરે બીજીવાર ઇનકાર કર્યો ત્યારે પંત ગુસ્સે થઈ બોલ જમીન પર ફેંકી દીધો. આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.
Rishabh Pant in a fiery conversation with the umpire over the ball condition.https://t.co/enLEIixbEM
— RP17 Fanᵀᵉˡᵘᵍᵘ (@TeluguRP17Fan) June 22, 2025
રવિ શાસ્ત્રીએ પણ કર્યો ટોક – “વારંવાર દલીલ યોગ્ય નહીં”
આ ઘટનાને લઈ મંતવ્ય પણ આવ્યા. કોમેન્ટેટર અને પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પંત સહિત ભારતીય ટીમને ટોકી. તેમણે જણાવ્યું કે વારંવાર બોલ બદલવાની દલીલ કરવાથી અમ્પાયરની ચીડ ઊભી થઈ શકે છે. શાસ્ત્રીએ કહ્યું કે, “શુભમન ગિલે પોતાનાં ખેલાડીઓને કેટલાક ઓવરો રાહ જોવાનું કહ્યું હોત તો વધુ યોગ્ય હોત.”
Pant beefing with Umpire wow
He's not happy with condition of the ball pic.twitter.com/EPYAXEtbSe
— Riseup Pant (@riseup_pant17) June 22, 2025
મેચ સ્થિતિ – પંતની સદી છતાં ઇંગ્લેન્ડે આપી તકરારભરી ટક્કર
ભારતના પ્રથમ ઇનિંગમાં 471 રન થયા જેમાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને પંતે સદી ફટકારી. ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 99 રન બનાવ્યા અને ટીમ કુલ 465 રન પર ઓલઆઉટ થઈ. મેચ કટોકટી તરફ જઈ રહી છે, પરંતુ પંતનો ગુસ્સો અને ઇંગ્લેન્ડના ચાહકોનો પ્રતિક્રિયા પણ હવે ચર્ચાનો વિષય છે.