Kadi Bypolls 2025 Rajendra Chavda Victory: ભાજપનો દબદબો યથાવત
Kadi Bypolls 2025 Rajendra Chavda Victory: કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 63 ટકા મત મેળવી એ વિસ્તાર પર ભગવો ઝંડો લહેરાવ્યો. મતગણતરીના 21 રાઉન્ડ બાદ ચાવડાની 39 હજારથી વધુ મતોની લીડ નોંધાઇ હતી.
કોંગ્રેસના સૂપડા સાફ, વિસાવદરમાં પણ નિષ્ફળતા
ગુજરાતમાં વિસાવદર તથા કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો તો કડીમાં ભાજપે મજબૂત પકડ જાળવી રાખી.
સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન બન્યું કારણ
કડી પેટા ચૂંટણીનું કારણ સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થયું હતું, જેને કારણે બેઠક ખાલી રહી હતી.
જીત બાદ રાજેન્દ્ર ચાવડાનો પ્રતિભાવ
વિજય બાદ રાજેન્દ્ર ચાવડાએ મતદારોનો આભાર માન્યો. તેમણે કહ્યું, “કડીના તમામ મતદારોનો આભાર, જેમણે મને 40 હજારથી વધુ મત આપી વિજય અપાવ્યો. કોંગ્રેસ ચૂંટણી હારતી વખતે EVM પર દોષ મૂકે એ તેમનો જૂનો સ્વભાવ છે. અમે જે કામ કરવાનું વચન આપ્યું છે, એ બધું પૂર્ણ કરી બતાવશું.”
કોણ છે રાજેન્દ્ર ચાવડા?
રાજેન્દ્ર ચાવડા મહેસાણાના જોટાણાના રહેવાસી છે. તેઓ 1980થી ભાજપના સક્રિય કાર્યકર તરીકે જોડાયા હતા. 1981થી 1986 સુધી મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. 1985માં જોટાણાથી વિધાનસભાની ચૂંટણી લડી હતી, જ્યાં કોંગ્રેસના માનસિંહ જાદવ સામે પરાજય મળ્યો હતો. ચાવડાએ રાજકીય આંદોલનોમાં ભાગ લઈને 10 દિવસ સુધી જેલ પણ ભોગવી હતી.