Union Bank Recruitment 2025: 7મું ધોરણ પાસથી સ્નાતક સુધીની વિવિધ જગ્યાઓ માટે અપલબ્ધ તક, 2 જુલાઈ સુધી અરજી કરો
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નવી ભરતી જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં 7મું ધોરણ પાસથી લઈને સ્નાતક સ્તરના ઉમેદવારો માટે વિવિધ પદો ખુલ્યા છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2025 છે.
યુનિયન બેંકે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ માગવી છે:
ઓફિસ આસિસ્ટન્ટ
એટેન્ડર
ગાર્ડનર
ફેકલ્ટી
આ જગ્યાઓ માટે ઉમેદવારો ઑફલાઇન માધ્યમ દ્વારા અરજી કરી શકે છે. અરજી ફોર્મ યુનિયન બેંકની સત્તાવાર વેબસાઇટ unionbankofindia.co.in પરથી ડાઉનલોડ કરી, ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો સાથે નક્કી કરેલા સરનામે મોકલવાનું રહેશે.
લાયકાત:
ફેકલ્ટી: સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી જરૂરી
ઓફિસ આસિસ્ટન્ટ: કોઈ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો આવશ્યક સાથે કોમ્પ્યુટર અને બેઝિક એકાઉન્ટિંગનું જ્ઞાન
એટેન્ડર: ઓછામાં ઓછું 10મું પાસ
માળી: ઓછામાં ઓછું 7મું પાસ
ઉંમર મર્યાદા:
ઓછામાં ઓછા 22 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ
અનામત શ્રેણી માટે સરકાર દ્વારા માન્ય ઉંમર છૂટછાટ મળશે
પગારની માહિતી:
ફેકલ્ટી: ₹30,000 પ્રતિ મહિનો
ઓફિસ આસિસ્ટન્ટ: ₹20,000 પ્રતિ મહિનો
એટેન્ડર: ₹14,000 પ્રતિ મહિનો
માળી: ₹12,000 પ્રતિ મહિનો
બેંકમાં કામ કરવાની આ એક અનોખી તક છે. રસ ધરાવતા ઉમેદવારોએ 2 જુલાઈ 2025 પહેલાં તેમની અરજીઓ મોકલવાનું ભૂલવું ન જોઈએ.