31 ફર્સ્ટની ઉજવણી કાયદાની મર્યાદામાં શાંતિપૂર્વક કરવા જિલ્લા પોલીસ વડાની અપિલ
સેલવાલઃ વર્ષના છેલ્લા દિવસ 31 ફર્સ્ટની નાઇટની ઉજવણી કાયદાની મર્યાદામાં શાંતિપૂર્વક કરવા જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું. ઉજવણીના ઉન્માદમાં દારૂ પીનેે છાકટા બનતા લોકો સામે લાલ આંખ કરતાં જિલ્લા પોલિસ વડા પ્રમોદ મિશ્રાએ જણાવ્યું કે, સમય મર્યાદામાં અને નશીલી હાલતમાં પકડાનાર ઇસમો સામે કાયદેસરનિ કાર્યવાહિ હાથ ધરવામાં આવશે.
31 ફર્સ્ટની નાઇટની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા પોલિસ વડા પ્રમોદ મિશ્રાએ જણાવ્યું કે, પોલિસ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે,તેમ છતાં લોકોને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે, મોડસુધી હોટલમાં રહેવાનીજગ્યાએ સમયમર્યાદાનું પાલન કરી સાથે જ દારૂ પિને વાહન ન ચલાવવું તથા ઉજવણી માટે જો વાહન લઇને જાવ તો સાથે કુશળ ડ્રાઇવર રાખવો, તેમ જ ખોટો વાદ વિવાદથિ દૂર રેહેવા અપિલ કરતાં તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, જો કોઇ ઇસમ કાયદાનિ મર્યાદા ઓળંગશે તો પોલિસ કાયદેસરનિ કડક કાર્યવાહિ કરશે. સાથે જ તેમણે તમામ લોકોને નવા વર્ષનિ શુભકામના પાઠવિ હતી