WhatsApp Chat Ads: સ્ટેટસ અને ચેનલોમાં જાહેરાતો લાગુ પડશે, પણ ચેટ્સ વિશે વોટ્સએપના વડાનું સ્પષ્ટ વચન નથી
WhatsApp Chat Ads: વોટ્સએપનો ઉપયોગ ભારતમાં કરોડો લોકો રોજના આધારે કરે છે અને મેટા હવે તેના આ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ પરથી પણ કમાણી કરવાની તૈયારીમાં છે. છેલ્લા કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા હતા કે વોટ્સએપમાં જાહેરાતો લાવવામાં આવશે. હવે કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે કે આગામી મહિનાઓમાં વોટ્સએપના સ્ટેટસ અને ચેનલો વિભાગમાં જાહેરાતો જોવા મળશે. જોકે, ઘણા વપરાશકર્તાઓમાં મોટો પ્રશ્ન છે – શું આ જાહેરાતો હવે આપણા ખાનગી ચેટ્સ સુધી પહોંચી શકે?
વોટ્સએપના વડા વિલ કેથકાર્ટે તાજેતરમાં આ મુદ્દા પર સ્પષ્ટતા આપી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, “જ્યારે કોઈ જાહેરાત તમારા માટે સંબંધિત હોય અથવા સ્થાનિક હોય, ત્યારે તે ઉપયોગી બની શકે છે. પરંતુ અમે અમારા વપરાશકર્તાઓની ખાનગીતા માટે પ્રતિબદ્ધ છીએ. ચેટ્સ હંમેશા સુરક્ષિત અને એનક્રિપ્ટેડ રહેશે.”
તેઓએ ઉમેર્યું કે, સ્ટેટસ અને ચેનલો જેવી ફીચર્સના અલગ ટેબ હોવાથી કંપની માટે વપરાશકર્તાની વ્યક્તિગત ચેટથી દુર રહીને જાહેરાત દર્શાવવી શક્ય બનતી છે. તેમને સ્પષ્ટ કર્યું કે જો વપરાશકર્તા સ્ટેટસ અથવા ચેનલોનો ઉપયોગ નથી કરતા, તો તેમને કોઈપણ પ્રકારની જાહેરાત જોવા મળવાની નથી.
આ બધાની વચ્ચે સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે કેથકાર્ટે ચેટ્સમાં જાહેરાત ન લાવવાની વચન આપ્યું નથી, તેમણે ફક્ત એટલું કહ્યું કે “અત્યારે એ અમારું ફોકસ નથી”. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં જો કંપનીના વ્યાપારિક હેતુઓ બદલાય, તો વોટ્સએપમાં ચેટ્સમાં પણ જાહેરાતો જોવા મળી શકે છે.
વોટ્સએપના સ્થાપકો પ્રારંભથીજ જાહેરાતોની નીતિના વિરુદ્ધ હતા, પરંતુ હવે મેટાની માલિકીમાં આ પ્લેટફોર્મ તેમની નીતિઓને અનુસરી રહ્યું છે. એક સમય હતો જ્યારે વોટ્સએપ સંપૂર્ણપણે જાહેરાત મુક્ત અને યૂઝર કેન્દ્રિત અનુભવ આપતું હતું. પરંતુ હવે એ વ્યવસાયિક દૃષ્ટિએ નવા મોડલ તરફ આગળ વધી રહ્યું છે.
છેલ્લે, વપરાશકર્તાઓ માટે રાહ જોવાની છે કે વોટ્સએપ કેવી રીતે પોતાના વચનો પર ટકી રહે છે, અને શું ખરેખર તેમનું ધ્યાન ચેટ્સમાં પ્રાઇવસી જાળવવા પર રહેશે કે નહીં.