Video Viral સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તિનો સંદેશ: હનુમાન ચાલીસા પર અભિનયના વીડિયોને લાખો વ્યૂઝ
Video Viral આજના યુગમાં જ્યાં સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે ઘણીવાર અશ્લીલતા અને વિવાદાસ્પદ સામગ્રીનો સહારો લેવાય છે, ત્યારે એક યુવાને ભક્તિ અને કલાને એકત્રિત કરીને અનોખું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. હનુમાન ચાલીસા પર અભિનય કરીને બનાવેલો તેનો વીડિયો લાખો લોકોએ જોયો છે અને દિલથી વખાણ્યો છે.
હનુમાન ચાલીસા પર અભિનય કરતી અનોખી રજૂઆત
@naturalbeauta01 નામના ઈન્સ્ટાગ્રામ યુઝરે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ભાવનાત્મક રીતે હનુમાન ચાલીસાના દોહા અને ચોપાઈઓ પર અભિનય કરે છે. વિડિયોમાં આ વ્યક્તિએ એટલી ઊંડી લાગણી અને શ્રદ્ધાથી પંક્તિઓને રજૂ કરી છે કે જોનારાની આંખે પાણી આવી જાય.
વિડિયોમાં દર્શાવેલી ભક્તિ, વ્યક્ત કરેલા ચહેરાના હાવભાવ અને અવાજ સાથેની લાગણી દર્શાવે છે કે આ અભિનય માત્ર એક રીલ બનાવવા માટે નહોતો, પણ ભગવાન હનુમાનપ્રતિ સચી શ્રદ્ધા અને લાગણી હતી.
લોકોની પ્રશંસા અને લાગણીસભર પ્રતિસાદ
વિડિયો પોસ્ટ થયા બાદ લોકોની પ્રતિસાદની સરવાણી આવી ગઈ. કોઈએ લખ્યું કે, “આવી ભક્તિભરી અભિનય પહેલા ક્યારેય જોયો નહતો,” તો બીજાએ કહ્યું, “આવી વિડિઓઝ જ આજે સમાજને યોગ્ય દિશામાં દોરી શકે.” ઘણા લોકોએ એ પણ કહ્યું કે – “વિડિયો જોઈને goosebumps આવી ગયા!”
વિશેષ વાત એ છે કે આ યુવાને એ સાબિત કરી દીધું કે વ્યૂઝ મેળવવા માટે અશ્લીલતા જરૂરી નથી, ભક્તિ, કલાપ્રદેશન અને સાચી લાગણી હોવી જોઈએ.
સકારાત્મક સામગ્રી માટે એક નવી દિશા
આ વીડિયો તે તમામ યુવાનો માટે એક પ્રેરણા બની રહ્યો છે, જેઓ સમાજમાં કંઈક સકારાત્મક અને ભાવનાત્મક રચનાઓ દ્વારા પોતાની ઓળખ બનાવવી ઈચ્છે છે. ભક્તિગીતો પર આવો અભિનય દર્શાવે છે કે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત શ્રદ્ધાનું સુમેળ શક્ય છે.