Salim Amdavadi ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતા કોંગ્રેસ પ્રમુખે તાત્કાલિક અસરથી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે સલીમ એ. અમદાવાદીની નિમણૂકને મંજૂરી આપી છે. આ નિર્ણય પક્ષના રાજ્ય સંગઠનની ભલામણના આધારે લેવામાં આવ્યો હતો.
Hon’ble Congress President has approved the proposal for the appointment of Shri Salim A. Amdavadi as the President of the Bharuch City Congress Committee in Gujarat, with immediate effect. pic.twitter.com/EQjLpln5qj
— INC Sandesh (@INCSandesh) June 23, 2025
કોંગ્રેસ આ પહેલાં જાહેર કરેલી યાદીમાં ગુજરાતના 40 શહેર-જિલ્લાઓમાં એક પણ મુસ્લિમને પ્રમુખ પદે નિમણૂંક કરવાની જાહેરાત કરી ન હતી. પરંતુ ભારે હોબાળો થતાં કોંગ્રેસે .યુ-ટર્ન લઈને ભરુચમા મુસ્લિમનો સમાવેશ કરીને લઘુમતિ સમુદાયનાં રોષને શાંત પાડવાની કોશિશ કરી છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી નગરપાલિકાની ચૂંટણીઓ અને સંગઠનાત્મક તાકાતને ધ્યાનમાં રાખીને સલીમ એ. અમદાવાદીની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સંગઠન સાથે જોડાયેલા છે અને પક્ષમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સ્થાનિક કાર્યકરો અને નેતાઓએ આ નિમણૂકનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે આનાથી ભરૂચમાં કોંગ્રેસને નવી ઉર્જા મળશે. પાર્ટીએ અમદાવાદી સંગઠનને મજબૂત બનાવવાની સાથે સાથે પાયાના સ્તરે કાર્યકરોને એક કરીને આગામી ચૂંટણીઓ માટે પાર્ટીને તૈયાર કરવાની અપેક્ષા રાખી છે.