Gujarat High Court Bomb Threat: અમદાવાદમાં ચિંતા ફેલાવતી ધમકીઓનો સીલસિલો
Gujarat High Court Bomb Threat: અમદાવાદમાં તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ સહિત રાજકોટ કોર્ટ તથા વડોદરાની શાળાઓ સુધી ધમકીભરા ઇમેઇલ પહોંચ્યાં છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ચિંતા ફેલાઈ ગઈ છે. 24 જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટમાં ‘રેની જોશીલદા’ના નામે ધમકીભર્યો મેલ મળતાં સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.
હાઇકોર્ટ પર બોમ્બ ધમકી: સુરક્ષા એજન્સીઓ સક્રિય
ગુજરાત હાઇકોર્ટમાં ધમકીભરો મેલ મળતાં જ સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક દોડયા હતા. જોકે તપાસમાં જણાયું કે મેલ ‘રેની જોશીલદા’ના નામે હતો, પણ એ યુવતી દ્વારા મોકલાયો હોવાની શકયતા નથી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અનુસાર કોઈએ એ યુવતીના નામનો ઉપયોગ કર્યો હોવાની શકયતા છે.
દક્ષિણ ભારતનું કનેક્શન?
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે તાજેતરના કેટલાક ઇમેઇલ્સ તથા જીનીવા સ્કૂલમાં મળેલા મેલનો પેટર્ન દક્ષિણ ભારત તરફ સંકેત કરે છે. એજન્સી એ દિશામાં તપાસ કરી રહી છે કે કોઈ એ યુવતીના સંપર્કમાં રહી આ ઇમેઇલ મોકલ્યું હોઈ શકે.
વડોદરા સ્કુલ પણ ધમકીઓના નિશાને
વડોદરાની રિફાઇનરી CBSE સ્કૂલ તથા નવરચના સ્કૂલમાં પણ સતત બે દિવસ ધમકીભરા મેલ મળ્યા હતા. ‘ઉમર ફારૂક’ નામે મોકલાયેલા ઇમેઇલને લીધે સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ તથા બોમ્બ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ, જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.
ડાર્ક વેબનો એંગલ: પહેલા પણ આવી ચૂકી ધમકીઓ
જાન્યુઆરી 2025માં પણ ભાયલી નવરચના સ્કૂલમાં ડાર્ક વેબ દ્વારા ઇમેઇલ મોકલવામાં આવી હતી, જેને કારણે સ્કૂલ બંધ કરવી પડી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે એ ઇમેઇલ તમિલનાડુના નામનો ઉપયોગ કરીને મોકલવામાં આવી હતી.
સુરક્ષા માટે કડક પગલાં
હાઇકોર્ટ તથા સ્કૂલોમાં આવેલી સતત ધમકીઓ બાદ પોલીસ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે. પોલીસે તમામ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી છે. માતાપિતાઓ પણ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક આવી રહેલી ધમકીઓએ સુરક્ષાની ચિંતાઓ ઊભી કરી છે. પોલીસ અને સાયબર ક્રાઈમ એજન્સીઓ એ મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે, જેથી આવી ઘટનાઓનું મૂળ શોધી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.