PM Kisan 20th Installment: પીએમ કિસાન યોજના 20 મા હપ્તાની હાલની સ્થિતિ
PM Kisan 20th Installment: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહત્વપૂર્ણ યોજના છે, જેમાં પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાનાં ત્રણ હપ્તામાં જમા થાય છે. અત્યાર સુધીમાં 19 હપ્તાઓ આપવામાં આવી ચૂક્યાં છે, હવે તમામ ખેડૂત 20 મા હપ્તાની રાહ જોઇ રહ્યા છે.
20માં હપ્તાની તારીખ ક્યારે આવી શકે?
પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જૂન 2024માં, 18મો ઓક્ટોબર 2024માં અને 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં જારી થયો હતો. સામાન્ય રીતે દરેક હપ્તો લગભગ 4 મહિના બાદ જાહેર થાય છે. તેથી 20મો હપ્તો જૂન 2025ના છેલ્લા દિવસોમાં જાહેર થઈ શકે તેવી શકયતા છે.
20મો હપ્તો મેળવવા માટે જરૂરી કામ
ઈ-કેવાયસી કરવું જરૂરી
જો તમે પીએમ કિસાનનો લાભ લેવા માંગો છો તો તમારું ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. તમે નજીકના CSC સેન્ટર પર જઈ શકો છો કે pmkisan.gov.in વેબસાઇટ અથવા એપ દ્વારા કરી શકો છો.
જમીનની ચકાસણી જરૂરી
ખેડૂતોએ પીએમ કિસાન યોજના હેઠળ જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે. ચકાસણી પૂરી ન થતા હપ્તો જમા ન થઈ શકે.
હપ્તો આ અઠવાડિયે આવશે?
હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અગાઉના રૂટીન મુજબ જૂન 2025ના છેલ્લા દિવસોમાં 20મો હપ્તો જમા થઈ શકે તેવી શકયતા છે.
જો તમારો ઈ-કેવાયસી અને જમીનની ચકાસણી પૂર્ણ થઈ ગઈ હોય, તો પીએમ કિસાન વેબસાઇટ પર તમારું સ્ટેટસ ચેક કરતા રહો.