Jadeja Angry at Shardul: પાંચમા દિવસે ફિલ્ડિંગ ગુમાવતાં બોલરો વચ્ચે તીવ્ર મતભેદ, જૂની ટીમના શિસ્તભંગના દર્શન
Jadeja Angry at Shardul: લીડ્સ ખાતે રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ મેચનું અંતિમ દિન ફક્ત મેચ પરિણામ માટે જ નહીં, પણ ટીમ ઈન્ડિયાના આંતરિક તણાવ માટે પણ ચર્ચામાં રહ્યો. એક તરફ, શાર્દુલ ઠાકુરે સતત બે બોલમાં બે વિકેટ લઈને ભારત માટે આશા જાગવી હતી, તો બીજી તરફ એક નાની ફિલ્ડિંગ ભૂલ બાદ રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ – જે કેમેરામાં પણ સ્પષ્ટ નજરે પડી.
જાડેજા શાર્દુલ પર ભડકાયા – એક રનમાંથી ત્રણે!
હેરી બ્રુકને આઉટ કર્યા પછી ભારતે થોડો મોમેન્ટમ પકડ્યો હતો. ત્યારે જOE રુટે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં મિડ-વિકેટ તરફ શોટ રમ્યો. મિડ-ઓન પર ઉભેલા શાર્દુલ બોલ દોડીને રોકી શકે તેવું લાગતું હતું, પણ બોલ પકડવામાં તેણે વિલંબ કર્યો. તેના કારણે જ્યાં એક રન થવો જોઈતો, ત્યાં ત્રણ રન થઈ ગયા. શાર્દુલ થોડાક ક્ષણ માટે જમીન પર બેસી ગયો, અને ત્યારબાદ ધીમે ધીમે બોલ તરફ દોડ્યો.
જાડેજાને આ બાબત પસંદ પડી નહીં. મેદાન પર જ તેણે શાર્દુલ પર બૂમ પાડી. બંને વચ્ચેના હાવભાવોથી સ્પષ્ટ થઈ રહ્યું હતું કે વાત સામાન્ય નહોતી. શાર્દુલે સ્પષ્ટ કહ્યું કે તેનું પગ લપસી ગયું હતું, પરંતુ જાડેજા તેને જવાબ આપતા દેખાયા – કદાચ કહેતા કે લપસી ગયો હોત તો પણ ઝડપથી બોલ પકડી શકાય.
મેચમાં લાગેલો દબાણ અને ભીનું મેદાન – તણાવના કારણ
ઉલ્લેખનીય છે કે પાંચમા દિવસે મેદાન થોડીક ભીનું હતું કારણ કે વરસાદ થયો હતો. કરુણ નાયરે પણ એક મિસફિલ્ડ કરી હતી અને ઋષભ પંતે પણ એક બોલ પર કંટ્રોલ ગુમાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે ટીમ ઉપર દબાણ વધુ હતું અને તેને કારણે ખેલાડીઓ વચ્ચે તણાવ સર્જાયો.
Jadeja caught abusing Lord Shardul.
Unreal blasphemy pic.twitter.com/C9YTePyZcZ— Dinda Academy (@academy_dinda) June 24, 2025
આ પ્રકારની ઘટનાઓથી ટીમના મોરાલ પર અસર?
એક મહત્વપૂર્ણ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ખેલાડીઓ વચ્ચે એવી તીવ્ર બોલાચાલી હંમેશા શિસ્તના દૃષ્ટિકોણે યોગ્ય માનવામાં આવતી નથી. જ્યારે ટીમ દબાણમાં હોય ત્યારે એકતા અને સહયોગ સૌથી જરૂરી હોય છે. કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલ માટે આ એક સૂચક સંકેત છે કે ટીમના આંતરિક સંવાદ પર વધુ ધ્યાન આપવું પડશે.