વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પોતાના બોસ વિરુદ્ધ ફરિયાદ આપી છે. યુવતીએ દાવો કર્યો છે કે તેના પૂર્વ બૉસે તેની પત્ની મારફતે શારીરિક સંબંધ બાંધવા માટે તેના પર દબાણ કર્યું હતું.
ઘડિયાળી પોળમાં મનિષા એન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતાં ફાયનાન્સરની ઓફીસમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીએ ફાયનાન્સર સામે શારીરિક અડપલાંની વાડી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આરોપીના તાબે થવા માટે તેમના પત્નીએ પણ દબાણ કર્યુ હોવાનો ફરીયાદમાં આક્ષેપ કર્યો છે.
પરીણીત યુવતીએ ફરીયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેમના પિતાએ ઘડિયાળી પોળ વિરાશાની પોળમાં મનિષા એન્ટરપ્રાઈઝના સંચાલક ભરત શર્મા પાસેથી નાણાં હાથ ઉછીના લીધા હતા. ભરત શર્માની તેમના ઘરે અવર જવર રહેતી હતી. ભરત શર્માએ જણાવ્યું હતુ કે તમારી પુત્રીની સ્માઈલ સરસ છે. મારી ત્યાં નોકરી ઉપર મોકલો, યુવતીએ નોકરી શરુ કરી હતી. ભરત શર્માએ બળજબરી પૂર્વક હગ કર્યું હતું.
તેમના પત્ની વંદનાબેન જણાવતા હતા કે મારા પતિને તુ મારા કરતાં પણ વધુ ગમે છે રાતે સપનામાં પણ આવે છે. તુ સબંધ રાખીશ તો મને વાંધો નથી. તુ હોટ લાગે છે. આ ઘટના 2017માં થઈ હતી.
યુવતીના કહેવા પ્રમાણે ભરત શર્મા તેને રૂ. છ હજાર પગાર આપતો હતો. તેણે વર્ષ 2017માં નોકરી શરૂ કરી હતી. યુવતીની ફરિયાદ પ્રમાણે પાંચ દિવસ પહેલા ભરત શર્માએ તેને બળજબરીથી ગળે લગાડી હતી. સાથે એવું પણ કહ્યું હતું કે તું જ્યારે મને ગળે લગાડે ત્યારે તારી છાતિનો ભાગ મને અડવો જોઈએ. યુવતીના આક્ષેપ પ્રમાણે ભરત શર્માની પત્ની તેને કહેતી હતી કે ભરતને તું ખૂબ ગમે છે. ભરત શર્માએ યુવતીને એવું પણ કહ્યું હતું કે તું જ્યારે નીચે ઝૂકે છે ત્યારે હું બધુ જોઈ શકું છું.
તાજેતરમાં ગત માર્ચ માસમાં યુવતીના લગ્ન થયાં હતા. લગ્ન પછી પતિ સાથે ઉપરોકત ઘટનાની વાત કરતાં તેમણે ફરીયાદ કરવા જણાવ્યું હતું. મહિલા આયોગ, નારી અદાલતમાં કાઉન્સેલીંગ કરીને તેમણે ફરીયાદ નોંધાવી હતી. વાડી પોલીસે ફાયનાન્સર ભરત શર્મા તથા તેમના પત્ની સામે છેડતીની ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે.
યુવતીની ફરિયાદ પ્રમાણે ભરત શર્માએ તેને બે ત્રણ વખત આલિંગન કર્યું હતું. આ ઉપરાંત તેની પત્ની પણ આવી વાતો કરી રહી હોવાથી કંટાળીને તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ યુવતીએ તેની સાથે બનેલી ઘટના અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.