Baben Smart Village Gujarat: સુરતથી 35 કિમી દૂર વિકસેલું મોડેલ ગામ
Baben Smart Village Gujarat: સુરત શહેરથી લગભગ 35 કિલોમીટરના અંતરે બારડોલી તાલુકામાં આવેલું બાબેન ગામ આજે ગુજરાતનું સ્માર્ટ વિલેજ બની ગયું છે. માત્ર પંદર વર્ષ પહેલા જ્યાં સૂનું જંગલ હતું, ત્યાં હવે સરસ મકાન, હરિયાળી અને આધુનિક સુવિધાઓનું ગામ છે. આ ગામનું રૂપાંતર એવાં સ્તરે થયું છે કે તેને જોયે કોઈ પણ વિદેશી શહેરમાં હોવાનો અહેસાસ થાય.
એશિયાની પ્રથમ ખાંડ ફેક્ટરીએ આપી ઓળખાણ
બાબેન ગામ એશિયાની પ્રથમ નંબરની સુગર ફેક્ટરી માટે જાણીતું હતું. પરંતુ હવે એ ગામનું નામ આધુનિકતા, વિકાસ અને સ્માર્ટ વિલેજ તરીકે સમગ્ર દેશભરમાં પ્રસિદ્ધ થઈ ગયું છે. ગામમાં તળાવોની સુંદરતા, પેવર બ્લોકવાળા રસ્તા, લીલોતરી વાતાવરણ અને આધુનિક સુવિધાઓનું મિશ્રણ જોવા મળે છે.
15 વર્ષની મહેનતે બન્યું આદર્શ ગામ
પંદર વર્ષ પહેલા સૂનું જંગલ ગણાતું બાબેન ગામ હવે 95% પાકા મકાન ધરાવતું મોડેલ વિલેજ બની ગયું છે. અહીં મફત RO મિનરલ વોટરની સુવિધા, ક્લબ હાઉસ, CCTV કેમેરાની વ્યવસ્થા, સ્વિમિંગ પૂલ સહિત શહેર જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.
વિદેશમાં વસતા ગ્રામજનોનો મહત્વનો ફાળો
બાબેન ગામના અનેક પરિવાર વિદેશમાં રહે છે, પણ પોતાના ગામ માટે તેમનો પ્રેમ આજે પણ અકબંધ છે. એ લોકો ગામના વિકાસ માટે યોગદાન આપતા રહે છે, જેના કારણે ગામમાં સતત સુધારા થઈ રહ્યા છે.
સુંદર તળાવ અને આકર્ષક સ્મારક
બાબેન ગામમાં 10 વીંઘાની જમીન પર એક ભવ્ય તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં રાત્રે લાઇટિંગ અને ડાન્સિંગ શોનું આયોજન થાય છે. તળાવની મધ્યમાં સરદાર પટેલની 30 ફૂટ ઊંચી પ્રતિમા અને 100 ફૂટ ઊંચો વિજયસ્તંભ પણ બનાવવામાં આવ્યો છે, જે ગામનું મુખ્ય આકર્ષણ છે.
પીએમ મોદીએ કર્યા એવોર્ડથી સન્માનિત
ગામમાં પાયાની તમામ સુવિધાઓ, ગટરના પાણીનો નિકાલ, ચોખ્ખા રસ્તા, હરિયાળી અને તળાવ જેવી ખાસિયતો હોવાથી બાબેન ગામ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અનેક એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યું છે.
સરસ જીવનશૈલીનું ઉદાહરણ
બાબેન ગામ આજકાલ એ વાતનું ઉદાહરણ બની ગયું છે કે યોગ્ય દ્રષ્ટિકોણ, ગામજનોનો સહકાર અને સરકારનો ટેકો મળે તો સૂનું જંગલ પણ વિકસિત સ્માર્ટ વિલેજમાં રૂપાંતરિત થઈ શકે છે.