Ahmedabad Plane Crash Black Box: દુર્ઘટનાના રહસ્ય ઉકેલવા માટે બ્લેક બોક્સનું વિશ્લેષણ શરૂ
Ahmedabad Plane Crash Black Box: અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે મોટો ખુલાસો થયો છે. તપાસકર્તાઓએ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના બ્લેક બોક્સમાંથી મહત્વપૂર્ણ ડેટા સફળતાપૂર્વક રિકવર કર્યો છે. હવે એ રહસ્ય ઉકેલવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.
બ્લેક બોક્સમાં રહેલી માહિતી સફળતાપૂર્વક મળી
તપાસ એજન્સીઓ AAIB તથા NTSB દ્વારા બ્લેક બોક્સનું ડેટા ડાઉનલોડ કરાયું છે. મેમરી મોડ્યૂલ સફળતાપૂર્વક ઍક્સેસ થતાં દુર્ઘટનાના મૂળ કારણોને શોધવાની પ્રક્રિયા ત્વરિત થઈ છે. સિવિલ એવિએશન મંત્રાલયનું કહેવું છે કે CVR (કોકપિટ વૉઇસ રેકોર્ડર) તથા FDR (ફ્લાઇટ ડેટા રેકોર્ડર)ના ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે.
દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય પેનલ કાર્યરત
24 જૂનના રોજ નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડૂએ જણાવ્યું હતું કે દુર્ઘટનાના બ્લેક બોક્સની તપાસ એએઆઈબી દ્વારા કરવામાં આવી રહી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બ્લેક બોક્સનું વિશ્લેષણ માટે વિદેશ મોકલવાનું નથી. લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી વારમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં 241 મુસાફરો સહિત 270 લોકોનાં મોત થયા હતા.
બ્લેક બોક્સ મળ્યાની વિગતો
13 જૂન, 2025: પ્રથમ બ્લેક બોક્સ દુર્ઘટના સ્થળે ઇમારતની છત પરથી મળ્યું.
16 જૂન, 2025: બીજું બ્લેક બોક્સ કાટમાળમાંથી મેળવ્યું.
બન્ને ઉપકરણોને 24×7 પોલીસ સુરક્ષા તથા CCTV નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા.
દિલ્હી પહોંચાડવામાં આવેલા બ્લેક બોક્સ
24 જૂન, 2025: બન્ને બ્લેક બોક્સ વાયુસેનાના વિમાન દ્વારા અમદાવાદથી દિલ્હીમાં લાવવામાં આવ્યા.
પહેલું બ્લેક બોક્સ બપોરે 2 વાગ્યે દિલ્હી પહોંચાડાયું, જયારે બીજું સાંજે 5:15 વાગ્યે AAIB ટીમ દ્વારા લાવવામાં આવ્યું.
ડેટાના વિશ્લેષણમાં થયેલી પ્રગતિ
25 જૂન, 2025ના રોજ એએઆઈબી તથા NTSBની તકનીકી ટીમે ફ્રન્ટ બ્લેક બોક્સના ક્રેશ પ્રોટેક્શન મોડ્યૂલ (CPM) માંથી મેમરી મોડ્યૂલ બહાર કાઢીને જરૂરી ડેટાનું સફળતાપૂર્વક ડાઉનલોડ કર્યું.
દુર્ઘટનાના મૂળ કારણોની શોધમાં તપાસ જારી
હાલ CVR અને FDR ડેટાના વિશ્લેષણ દ્વારા દુર્ઘટનાના મુખ્ય કારણોની શોધ ચાલી રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ આવનારા સમયમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લેવા અંગે જરૂરી માહિતી મેળવવાનો છે.