PM Kisan 20th Installment Date: પીએમ કિસાન સન્માન નિધિના 20મા હપ્તાની રાહમાં ખેડૂત
PM Kisan 20th Installment Date: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ આખા દેશમાં ખેડૂતો ઉત્સાહપૂર્વક જોઈ રહ્યા છે. આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં દર વર્ષે ત્રણ વખત 2,000 રૂપિયા જમા કરવામાં આવે છે, જે કુલ 6,000 રૂપિયા સુધી જાય છે.
શું આ અઠવાડિયે આવશે 20મો હપ્તો?
ખેડૂતોએ આશા રાખી હતી કે 20 જૂનના રોજ બિહારમાં યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20મો હપ્તો જારી કરશે, પરંતુ એ દિવસ પસાર થઈ ગયો અને કોઈ જાહેરાત થઈ નથી. એપ્રિલથી જુલાઈ સુધીના હપ્તાની રાહ હજુ પણ ચાલી રહી છે, અને સત્તાવાર માહિતી સામે આવી નથી. છતાં, અગાઉના રેકોર્ડ પ્રમાણે, છેલ્લા અઠવાડિયામાં પૈસા જમા થવાની સંભાવના છે.
ભૂતકાળમાં ક્યારે જમા થયા હતા હપ્તા?
2019માં શરૂ થયેલી પીએમ કિસાન યોજનાની શરૂઆતથી જ હપ્તાની તારીખોમાં મોટા ભાગે સમયસર જમા થતા આવ્યા છે. ફક્ત 2023માં એપ્રિલ-જુલાઈ હપ્તો 27 જુલાઈએ આવ્યો હતો. એ સિવાય લગભગ બધા જ હપ્તા સમયે કે સમય પહેલાં જ ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે.
17મો હપ્તો: 18 જૂન 2024
14મો હપ્તો: 27 જુલાઈ 2023
11મો હપ્તો: 1 જૂન 2022
8મો હપ્તો: 14 મે 2021
5મો હપ્તો: 25 જૂન 2020
2 જો હપ્તો: 2 મે 2019
પીએમ કિસાનના નિયમો અનુસાર
એપ્રિલ–જુલાઈ, ઓગસ્ટ–નવેમ્બર, અને ડિસેમ્બર–માર્ચ માટે ખેડૂતોને ત્રણ વખત 2,000 રૂપિયા આપવામાં આવે છે.
એપ્રિલ–જુલાઈ હપ્તો સામાન્ય રીતે જુન મહિનાના અંત સુધીમાં જમા થઈ જાય છે.
ઓગસ્ટ–નવેમ્બર હપ્તો મોટા ભાગે ઓક્ટોબર-નવેમ્બરમાં મળે છે.
ડિસેમ્બર–માર્ચ હપ્તો મોટાભાગે ફેબ્રુઆરીમાં જમા કરવામાં આવે છે.
પીએમ કિસાનનો લાભ મેળવવા માટે જરૂરી કામ પૂરા કરો
જો તમને પીએમ કિસાનનો લાભ લેવો હોય તો તમારે કેટલીક જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે:
ખેડૂત આઈડી બનાવવી જરૂરી છે.
e-KYC કરાવવું જરૂરી છે.
આધાર કાર્ડ બેંક ખાતા સાથે જોડેલું હોવું જોઈએ.
પીએમ કિસાન પોર્ટલ પર તમારી માહિતી આધાર કાર્ડ મુજબ જ હોવી જરૂરી છે.
જો તમે ઉપરોક્ત કામ કરી લીધાં હોય, તો તમારો 20મો હપ્તો જલ્દી જ ખાતામાં જમા થઈ શકે છે. અત્યાર સુધીના અનુભવ અનુસાર, એપ્રિલ–જુલાઈના હપ્તો વધારેમાં વધારે જુન મહિના સુધી આવી જ જાય છે. તેથી આશા રાખીએ કે જલ્દી જ 20મો હપ્તો પણ આવી જશે.