નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં આજે તા. 13 મી સપ્ટેમ્બર, ને શુક્રવારના રોજ બપોરે 2 કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.64 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે બપોરે 2 કલાકે નર્મદા ડેમના 23 દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે. ઉપરાંત આજે બપોરે 2 વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં 7,87,151 લાખ ક્યુસેક પાણીના ઇનફલો સામે 8,17,945 લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો છે.
સરદાર સરોવર યોજના સિનિયર એન્જિનિયરો જણાવે છે કે આગામી દિવસોમાં હજુ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે તેમજ ઉપરવાસમાંથી આઠથી દસ લાખ ક્યૂસેક પાણીનો જથ્થો આવવાની શક્યતાઓ છે જો પાણીનો આવરો ચાલુ રહેશે તો આગામી બેથી ત્રણ દિવસમાં જ સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી એટલેકે 138.68 મીટર સુધી પહોંચી જશે જો આવું છે કે બંધ કરો ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચાઈ જશે તેમજ પીવાના પાણીની અને સિંચાઈના પાણીની સમસ્યાનો બે વર્ષ સુધી પણ આવી જશે.