શું હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ આધાર સાથે લિંક કરાવવું પડશે? શું આવી કોઈ યોજના પર સરકાર વિચારણા કરી રહી છે? આવો સવાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારને પુછ્યું છે કે, જો તેઓ સોશિયલ મીડિયા એકાઉન્ટને આધાર સાથે જોડવાના કોઈ પણ પગલાં પર વિચારણાં કરી રહી હોય તો તેને ઉજાગર કરો.
જસ્ટીસ દીપક ગુપ્તાની અધ્યક્ષતાવાળી બેંચે કેન્દ્ર સરકારને સુચિત કરવા માટે કહ્યું કે, શું તેઓ સોશિયલ મીડિયાને રેગ્યૂલેટ કરવા માટે કોઈ નીતિ બનાવી રહ્યું છે. જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્ધ બોસે કેન્દ્ર સરકારને 24 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે અને તે દિવસે જ મામલાની સુનવણી થશે.
આ ઉપરાંત બેંચે પુછ્યું કે, શું આધાર નંબરને સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડવા માટે કોઈ પણ પગલાં ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે કે નહી. કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, તે સરકારના નિર્દેશ બાદ તેના વિશે જણાવશે.