Shukra Gochar 2025 શુક્રનો વૃષભમાં પ્રવેશ: કન્યા, ધનુ અને મીન રાશિ માટે પ્રેમજીવન બની શકે છે પડકારજનક
Shukra Gochar 2025 જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ પ્રેમ, સુંદરતા, વૈભવ, કલાત્મકતા અને ભૌતિક સુખસાધનોનો કારક માનવામાં આવે છે. શુક્ર જ્યારે પોતાની સ્વગૃહ રાશિ વૃષભમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની ઊર્જા વધુ તીવ્ર અને અસરકારક બની જાય છે. આ વર્ષે 29 જૂનના રોજ બપોરે 1:56 વાગ્યે શુક્ર મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં તે લગભગ 23 દિવસ સુધી રહેશે.
જ્યાં ઘણી રાશિઓ માટે આ ગોચર લાભદાયી સાબિત થશે, ત્યાં કઈંક રાશિઓ માટે પ્રેમજીવન અને સંબંધોમાં તણાવ વધારનાર બની શકે છે. ખાસ કરીને કન્યા, ધનુ અને મીન રાશિના જાતકો માટે આ સમય સંભાળી રહેવાનો રહેશે.
કન્યા રાશિ: કામમાં વ્યસ્તતા પ્રેમથી દૂર કરી શકે છે
શુક્રના પરિવર્તનના કારણે કન્યા રાશિના જાતકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જશે કે તેમને તેમના સંબંધો માટે સમય કાઢવો મુશ્કેલ થઈ શકે છે. જીવનસાથી અથવા પ્રેમી સાથે અણબનાવ થવાની શક્યતાઓ છે. જો તમે સંબંધ બચાવવા માંગો છો, તો થોડી સંવેદના અને સમય આપવો ખૂબ જરૂરી બનશે.
ધન રાશિ: ભૂતકાળના મુદ્દાઓ ઘર્ષણનું કારણ બની શકે છે
ધનુરાશિ માટે આ ગોચર માનસિક તણાવ અને વાદ-વિવાદ ભરી સ્થિતિ લાવી શકે છે. જૂના વિષયો ફરી ઊકળી શકે છે, જેના કારણે પ્રેમ સંબંધો ધ્યેયથી હટીને ઇગો પર આવી શકે છે. તમારું વર્તન સંતુલિત રાખો અને બિનજરૂરી વાદથી બચો.
મીન રાશિ: ત્રીજા વ્યક્તિના કારણે બગડી શકે છે વિશ્વાસ
મીન રાશિના લોકો માટે શુક્રનું ગોચર વિશ્વાસની કસોટી લાવનાર બની શકે છે. કોઈ ત્રીજો વ્યક્તિ તમારા સંબંધમાં દખલ આપી શકે છે. આ સમયગાળા દરમિયાન સાંભળેલી વાતો પર તરત વિશ્વાસ ન કરો. ખુલીને વાતચીત કરો અને ભ્રમ દૂર કરો.
જ્યારે શુક્ર વૃષભમાં પ્રવેશ કરે છે, ત્યારે મોટાભાગ માટે સુંદરતા અને પ્રેમમાં વૃદ્ધિ થાય છે, પરંતુ કેટલાક માટે તે સંબંધોની પરીક્ષા બને છે. કન્યા, ધનુ અને મીન રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન ધીરજ અને સમજદારીથી આગળ વધવું જરૂરી છે.