Jagannath Rath Yatra stampede જગન્નાથ રથયાત્રા દરમિયાન દુ:ખદ ઘટના, ભીડ કાબૂથી બહાર ગઈ
Jagannath Rath Yatra stampede ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની વિખ્યાત રથયાત્રા દરમિયાન રવિવાર, સવારે આશરે 4:30 વાગ્યે ભીષણ ભાગદોડના બનાવમાં 3 ભક્તોનું મૃત્યુ થયું અને 50થી વધુ ઘાયલ થયા છે. ઘાયલોમાંથી છની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે. આ દુર્ઘટના શ્રી ગુંડિચા મંદિર નજીક શારદાબલી ખાતે બની હતી, જ્યાં હજારો ભક્તો ભગવાનના દર્શન માટે એકઠા થયા હતા.
ભાગદોડ કેવી રીતે શરૂ થઈ?
રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો ભીડબાકળા થઈને આગળ ધપવા લાગ્યા હતા. સલામતી વ્યવસ્થા હોવા છતાં, ભીડનું સંચાલન થવું મુશ્કેલ બન્યું. કેટલીક જગ્યાએ ધક્કામુક્કી શરૂ થઈ અને અનેક ભક્તો જમીન પર પડી ગયા, જેને કારણે નાસભાગ મચી ગઈ.
મૃતકો અને ઘાયલોની ઓળખ
પુરી જિલ્લાના કલેક્ટર સિદ્ધાર્થ એસ. સ્વૈને જણાવ્યું કે મૃતકોની ઓળખ બસંતી સાહુ (બોલાગઢ), પ્રેમકાંત મોહંતી અને પ્રવતી દાસ (બાલીપટના) તરીકે થઈ છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી છે.
સ્થાનિક પ્રશાસન એલર્ટ
ઘટનાની ગંભીરતા જોઈને પુલિસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સ્થળ પર વધુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. Crowd Control માટે નવી વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ રહી છે. રથયાત્રા જેવા વિશાળ સમારંભમાં ભીડના વ્યવસ્થાપન માટે અધિકારીઓએ વધુ સાવચેતી રાખવાની વાત કરી છે.
ભારતની સૌથી મોટી ધાર્મિક યાત્રા
જગન્નાથ રથયાત્રા હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર પૈકીની એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો પુરી શહેરમાં એકઠા થાય છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને ભવ્ય રથમાં બેસાડીને શ્રીમંદિરથી શ્રી ગુંડિચા મંદિરે લઈ જવામાં આવે છે. આ યાત્રા દરમિયાન ભીડની સંખ્યા અનેકગણી વધી જાય છે, જેના કારણે સલામતી વ્યવસ્થાને મોટો પડકાર ભેગો થાય છે.