EPFO પીએફ ઉપાડવા પહેલા જરૂરી તપાસ: તમારી કંપની પીએફ યોગદાન સમયસર કરાવે છે કે નહીં?
EPFO જો તમે તમારા પ્રોવિડન્ટ ફંડ (PF)માંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો સૌથી મહત્વનું છે કે પહેલા ખાતરી કરી લો કે તમારી કંપની તમારી PF ખાતામાં સમયસર યોગદાન (contribution) કરી રહી છે કે નહીં. ઘણીવાર કંપની દ્વારા PF યોગદાન મોડી જમા કરાવવાનું અથવા કરવાનું ભૂલવાની સ્થિતિમાં તમારું PF દાવો નકારી શકાય છે અને પૈસા ઉપાડવા માટે મુશ્કેલી આવી શકે છે. આથી, PF ઉપાડતા પહેલા જરૂરી તપાસ કરવી અત્યંત જરૂરી છે.
કંપની દ્વારા PF યોગદાનમાં વિલંબ અથવા ભૂલ કઈ રીતે અસર કરે?
દર મહિને કર્મચારી અને કંપની બંને દ્વારા નિશ્ચિત રકમ પીએફ ખાતામાં જમા કરાવવામાં આવે છે. કંપનીએ આ રકમ 15મી તારીખ સુધી જમા કરાવવી જરૂરી છે. જો કંપની સમયસર આ યોગદાન જમા કરાવતી નથી, તો PF દાવો રદ થવાનો ભય રહે છે. વિલંબ અથવા ચુકવણી ન કરવાના કારણે EPFO તમારું દાવો સ્વીકારી શકતું નથી, અને તમને મુશ્કેલી પડે છે.
EPFO પોર્ટલ દ્વારા પીએફ યોગદાન કેવી રીતે તપાસશો?
- સૌપ્રથમ epfindia.gov.in પર જાઓ.
- ‘કર્મચારીઓ માટે’ વિભાગમાં ‘સભ્ય પાસબુક’ વિકલ્પ પસંદ કરો.
- તમારા UAN, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરો.
- OTP મેળવો અને દાખલ કરીને લોગિન કરો.
- તમારી પીએફ ઇ-પાસબુકની સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ તારીખે અને કેટલા રકમનું યોગદાન થયું છે.
ઉમંગ એપ દ્વારા પીએફ ચેક કરવું
- ઉમંગ એપ ડાઉનલોડ કરો અને લોગિન કરો.
- EPFO વિભાગમાં જઈને ‘પાસબુક જુઓ’ વિકલ્પ પસંદ કરો.
- તમારા UAN અને OTP સાથે લોગિન કરી માહિતી તપાસો.
- જો તમારું UAN આધાર સાથે જોડાયેલું અને સક્રિય હોય, તો તમારે સંપૂર્ણ યોગદાનની વિગતો મળશે.
જો PF યોગદાનમાં ભૂલ હોય તો શું કરવું?
જો તમને શંકા થાય કે તમારી કંપની PF યોગદાન મોડી જમા કરી રહી છે અથવા નથી કરી રહી, તો તરત જ કંપનીના સંબંધિત અધિકારીને આ અંગે જાણ કરો અને પીએફ પાસબુકનો સ્ક્રીનશોટ સાથે તેમને રજૂ કરો. ઘણીવાર કંપની આ ભૂલ સ્વીકારીને EPFO ને સ્પષ્ટતા પાઠવે છે. જો કંપની આ મુદ્દે સહયોગ ન કરે, તો તમે EPFOમાં ફરિયાદ નોંધાવી શકો છો.
આ રીતે સમયસર તપાસ કરીને તમે PF દાવો રદ થવાની સમસ્યાથી બચી શકો છો અને તમારા PFના હક્ક માટે સુરક્ષિત રીતે દાવો કરી શકો છો.