Teenage Heart Attack After Playing Cricket : મહિસાગરમાં 17 વર્ષની ઉમરમાં હાર્ટ એટેકથી મોતનો દુખદ બનાવ
Teenage Heart Attack After Playing Cricket : મહિસાગર જિલ્લાના વિરપુરથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં 17 વર્ષના એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. કસ્બા વિસ્તારમાં રહેતા સૈયદ ફરહાન અલી મકબુલ અલી શનિવારે સવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો. રમત પૂરી કરી ઘરે પરત આવતા સમયે ફરહાન પાણી પી રહ્યો હતો ત્યારે અચાનક બેભાન બની ગયો.
પાણી પીતાં પીતાં ઢળી પડ્યો, હોસ્પિટલ પહોંચતાં પહેલા જ થયો મૃત
હાર્ટ એટેક આવતાં પરિવારજનો હડબડીભેર તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબે તપાસ કરતાં ફરહાનને મૃત જાહેર કર્યો. 17 વર્ષની નાની ઉંમરમાં આવી ઘટનાએ પરિવારમાં તો શોકનું મોજું ફેલાવ્યું છે, પરંતુ સાથે-સાથે સમગ્ર સમાજમાં ચિંતાનો વિષય પણ ઉભો કર્યો છે.
નાની ઉંમરના યુવાઓમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો
અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને 15 થી 25 વર્ષ વચ્ચેના યુવાનોમાં હાર્ટ અટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. સતત બહાર આવતી ઘટનાઓથી સ્વાસ્થ્યવિદો અને હૃદયરોગ નિષ્ણાતો પણ ચિંતિત છે. ઉત્તેજક રમત પછી તણાવ અને શરીરિક દબાણના કારણે હાર્ટ પર પ્રભાવ પડી શકે છે.
ફિરોઝપુરમાં પણ આવી ઘટના: સિક્સર માર્યા પછી યુવક ઢળી પડ્યો
મહિસાગર જેવી જ ઘટના પંજાબના ફિરોઝપુર જિલ્લામાં પણ નોંધાઈ છે. ગુરુહરસહાય ખાતે DAV સ્કૂલના મેદાનમાં મેચ દરમિયાન 49 રન બનાવી ચૂકેલ હરજીત સિંહે સિક્સર ફટકાર્યા બાદ અચાનક ઢળી પડ્યો. CPR આપવા છતાં તેનું શ્વાસ રોકાઈ ગયું અને હોસ્પિટલમાં મૃત જાહેર થયો.
મુદો માત્ર અકસ્માતનો નહિ, જીવનશૈલી અને આરોગ્ય પર વિચાર કરવાનો સમય
આવાં એકથી વધુ ઘટનાઓ જણાવી રહી છે કે હવે નાની ઉંમરનાં યુવાનો માટે પણ હૃદયસંબંધિત આરોગ્ય પર વધુ ધ્યાન આપવું જરૂરી બન્યું છે. યોગ્ય ખોરાક, પુરતો આરામ અને તબીબી ચકાસણી અનિવાર્ય બની રહી છે.
ક્રિકેટ જેવી સામાન્ય રમત બાદ પણ હાર્ટ એટેક જેવા ગંભીર હુમલાઓનું વધી રહેલું પ્રમાણ યુવાવર્ગ માટે ચેતવણીરૂપ છે. પરિવારજનો અને સમાજે હવે યુવાનોના આરોગ્ય અને દૈનિક વ્યવહાર પર વધુ સજાગ અને સતર્ક બનવાની જરૂર છે.