Gujarat Rain Forecast 2025: હવામાન વિભાગે 6 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain Forecast 2025: ગુજરાત રાજ્યમાં ચોમાસું પુરજોશમાં પ્રવેશી ચૂક્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ખૂલીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા નવા અપડેટ મુજબ, આગામી દિવસોમાં રાજ્યના કુલ 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
આજે 30 જૂનના હવામાનનું પૂર્વાનુમાન
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા મેપ મુજબ આજે ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે:
સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ
અહીં અતિ ભારે વરસાદની આગાહી છે.
સાથે સાથે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિત ઘણા વિસ્તારોમાં યેલો એલર્ટ છે અને વીજળી સાથે વરસાદની શક્યતા છે.
પ્રથમ જુલાઈ – ફરી ભારે વરસાદનો દોર
આ દિવસે અરવલ્લી, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં યેલો એલર્ટ છે. મોટાભાગના દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બીજી જુલાઈ – વધુ ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને નવસારી માટે ઓરેન્જ એલર્ટ
અન્ય જિલ્લામાં યેલો એલર્ટ, જેમાં ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, દાહોદ, ડાંગ, તાપી, સુરત વગેરેનો સમાવેશ
ત્રીજી જુલાઈ – ચેતવણી યથાવત
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર – ઓરેન્જ એલર્ટ યથાવત
કચ્છ, મહેસાણા, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ – વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના
ચોથી અને પાંચમી જુલાઈ – વરસાદી પ્રહાર યથાવત
5મી જુલાઈના રોજ – બનાસકાંઠા અને સાબરકાંઠામાં વધુ એકવાર ઓરેન્જ એલર્ટ
કચ્છ, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વલસાડમાં યેલો એલર્ટ
છઠ્ઠી જુલાઈ – છેલ્લો દિવસ પણ ભીનો
સાબરકાંઠા – ફરીથી ઓરેન્જ એલર્ટ
કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારો માટે યેલો એલર્ટ
હવામાન એલર્ટનો અર્થ શું?
ઓરેન્જ એલર્ટ = અત્યંત ભારે વરસાદની શક્યતા, સાવચેત રહેવાની જરૂર
યેલો એલર્ટ = સામાન્યથી ભારે વરસાદ, છૂટાછવાયી વીજળી સાથે
નાગરિકો માટે સલાહ:
અવિરત વરસાદ અને વીજળીના કારણે લોકો તળિયાવાળા વિસ્તારોમાં જતા ટાળે…
ટ્રાફિક દરમિયાન સાવચેતી રાખવી
નગરપાલિકાઓએ નાળાની સફાઈ અને પૂરથી બચાવ માટે તૈયારી રાખવી..