આર્જેન્ટિનાનાં એક ગામમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતની ગાયે માણસનાં ચહેરાવાશા વાછરડાને જન્મ આપ્યો છે. આખો મામલો આર્જેન્ટિનાના વિલાએના નામના ગામનો હોવાનું સામે આવ્યુ છે. જ્યાં એક ખેડૂત પોતાની ગાય દ્વારા જન્મેલાં વાછરડાને જોઈને સુન્ન રહી ગયો હતો. ગાયના પેટમાંથી જન્મેલાં વાછરડાને માણસની જેમ નાનું નાક હતુ જે પોતાનાં માથાને ઉપર ઉઠાવવા માટે ઘણું સંઘર્ષ કરી રહ્યુ હતુ. વિકૃત માથાવાળા વાછરડાએ જન્મનાં બે કલાક બાદ જ દમ તોડી નાંખ્યો હતો.
એક સ્થાનિક જેનેટિક એક્સપર્ટ નિકોલસ મેગનેગોએ ત્યાંની લોકલ મીડિયાને જણાવ્યુ છેકેસ વાછરડાનો જન્મ દુર્લભ આનુવંશિક ઉત્પરિવર્તનને કારણે થઈ શકે છે. તેમણે કહ્યુકે, ઉત્પરિવર્તન, ડીએનએ અનુક્રમણમાં એક પરિવર્તન છે જે ગાયનાં વંશમાં ટ્રાન્સફર થયો હશે.
ઉલ્લેખનીય છેકે, આ વર્ષની શરૂઆતમાં જ હિમાચલ પ્રદેશમાં એક વિકૃત વાછરડાનો જન્મ થયો હતો. શિમલામાં જન્મેલાં આ વાછરડાને બે માથા, ચાર આંખો અને બે મોઢા હતા. શિમલામાં જન્મેલાં આ વાછરડાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેનો માલિક તેને જોઈ રહ્યો હતો. તેના સિવાય વર્ષની શરૂઆતમાં રાજસ્થાનનાં ઉદયપુરમાં પણ એક વિકૃત બનાવટવાળા વાછડાનો જન્મ થયો હતો.