Health Tips વારંવાર ઊંઘ તૂટવી અને પાણી પીવાનું કારણ હોય શકે છે સ્વાસ્થ્યની છુપાયેલી સમસ્યા
Health Tips ઘણા લોકોને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર તરસ લાગે છે અને તેઓ ઊઠીને પાણી પીવે છે. જો કે ઘણા લોકોને લાગે છે કે આ સામાન્ય વાત છે, પરંતુ તબીબોના મતે આ તરસને અવગણવી ભૂલરૂપ સાબિત થઈ શકે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને નોક્ટુરિયા અથવા પોલીડિપ્સિયા તરીકે ઓળખવામાં આવે છે. જો તમે વારંવાર રાત્રે જાગી ને પાણી પીતા હો, તો તેને સામાન્ય ન ગણી લો – તે તમારા સ્વાસ્થ્ય વિશે કંઈક ગંભીર સંકેત આપી રહી હોય શકે છે.
રાત્રે તરસ લાગવાનું મુખ્ય કારણ શું હોય શકે?
જયપુરની નારાયણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. પ્રવીણ ગુપ્તાના જણાવ્યા મુજબ, રાત્રે વારંવાર તરસ લાગવી એ કેટલાક મુખ્ય આરોગ્ય સંકેતોનું લક્ષણ હોઈ શકે છે. તેમાં ડિહાઇડ્રેશન, બ્લડ શુગરનું અસંતુલન, કિડનીના ફંક્શનમાં ખામી, અથવા શ્વાસની સમસ્યાઓનો સમાવેશ થાય છે.
આ બીમારીઓ સાથે જોડાઈ શકે છે તરસ
ડાયાબિટીસ મેલીટસ (ટાઇપ 2):
વધુ બ્લડ શુગર સ્તર શરીરને વધુ પેશાબ કરવા માટે મજબૂર કરે છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન થાય છે અને વ્યક્તિને તરસ વધુ લાગે છે.ડાયાબિટીસ ઇન્સિપિડસ:
આ દુર્લભ પ્રકારની બીમારી હોર્મોનલ અસંતુલનના કારણે થાય છે, ખાસ કરીને ADH હોર્મોનની અછતથી. તેનાથી વારંવાર પેશાબ થાય છે અને તરસ લાગી રહે છે.ક્રોનિક કિડની રોગ:
કિડની યોગ્ય રીતે ફ્લુઈડ અને ઈલેક્ટ્રોલાઇટ બેલેન્સ નથી જાળવી શકતી, જેનાથી રાત્રે પેશાબ અને તરસ વધી શકે છે.સ્લીપ એપનિયા:
ઊંઘ દરમિયાન શ્વાસ રોકાવાની આ સ્થિતિ મોં સૂકવાં અને વારંવાર પાણી પીવાની લાગણી માટે જવાબદાર બની શકે છે. તેની સાથે જ ઘેરા નસકોરાં અને ઊંઘમાં વિક્ષેપ પણ દેખાય છે.
શુ કરવું જોઈએ?
જો તમે રાત્રે સતત તરસ લાગવી અને પેશાબની લાગણી અનુભવો છો, તો તરત તબીબી સલાહ લો. ડાયાબિટીસ, કિડની ફંક્શન અને હોર્મોનલ લેવલની તપાસ કરાવવી જરૂરી છે. સમયસર પગલાં લેવાથી મોટું નુકસાન ટાળી શકાય છે.