Ayushman Card Eligibility : આયુષ્માન કાર્ડ શું છે અને કયા લોકોને મળે છે?
Ayushman Card Eligibility : સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મેળવવા માટે ‘આયુષ્માન ભારત યોજના’ હેઠળ કાર્ડ બનાવવું પડે છે. પરંતુ દરેક વ્યક્તિ આ લાભ માટે લાયક નથી. જાણો કોણ બનાવી શકે છે કાર્ડ અને કોણ નહિ.
કેવી રીતે કરી શકાય છે આયુષ્માન કાર્ડ?
તમે બે રીતથી અરજી કરી શકો છો:
ઓનલાઇન અરજી:
વેબસાઈટ [pmjay.gov.in](https://pmjay.gov.in) પર જઈને અથવા ‘આયુષ્માન એપ’ દ્વારા.
ઑફલાઇન અરજી:*
નજીકના CSC સેન્ટર પર જઈને સંબંધિત અધિકારી દ્વારા અરજી.
આ લોકો આયુષ્માન કાર્ડ માટે લાયક છે:
ગરીબી રેખા નીચે આવતાં નાગરિકો
ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓ
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો
જેમને અન્ય કોઈ સરકારી આરોગ્ય યોજના ન મળે
આ લોકો ‘અયોગ્ય’ ગણાય છે (કાર્ડ માટે લાયક નથી):
સરકારી કર્મચારી
જેમનું PF કપાય છે
જેને ESICનો લાભ મળે છે
જે આવકવેરો (Income Tax) ભરતા હોય
આર્થિક રીતે સશક્ત નાગરિકો
તમારી પાત્રતા ઓનલાઈન ચેક કરો:
[https://beneficiary.nha.gov.in/ પર જઈને તમારા નામ પરથી ચકાસી શકો છો કે તમે લાયક છો કે નહીં.
એકવાર લાયકાત પાકી થયા પછી જ અરજી કરો, નહિ તો સમય અને દસ્તાવેજ બન્ને વેડફાશે.
શું તમારો પરિવાર આ યોજના હેઠળ આવે છે? આજે જ ચકાસો!