Valsad Heritage Garden જ્યોર્તિ મિનાર અને કલ્યાણબાગનું ભવિષ્ય અંધકારમય? વહીવટી તંત્ર સામે સવાલો
Valsad Heritage Garden વલસાડ શહેરની આગવી ઓળખ સમા કલ્યાણ બાગ નામ પૂરતો બાગ રહી ગયો અને બન્યો અસામાજિક તત્વો માટેનું આશ્રય સ્થાન અને ગંદકીનું સામ્રાજ્ય વલસાડ નગરપાલિકાની દેન
વલસાડના દાતાએ શહેરીજનો માટે એનર્જી રિસ્ટોરેશન થાય માટે વિશાળ જગ્યા દાન પેટે વલસાડને ઉત્તમ બાગ મળે તે હેતુથી આપી હતી
વલસાડ નગરપાલિકાના વહીવટી તંત્રની બેદરકારી અને માવજતના અભાવે કલ્યાણબાગ ની જગ્યા વિભાજીત થતા થતા હવે ફક્ત કહેવા પૂરતો બાગ રહી ગયો છે
વલસાડ નગરપાલિકાનું વહીવટી તંત્ર અને સત્તાધારીઓ કલ્યાણ બાગ અને તેની મધ્ય આવેલ જ્યોર્તિ મિનાર ના સંરક્ષણ તેમજ માવજતના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તેમજ અન્ય ફળવા થી ધન રાશિ કઈ દિશામાં વાપરી કે ફક્ત ભ્રષ્ટાચાર આચરીને વલસાડની પ્રજાને ઠગી તે તપાસનો વિષય
સત્ય ડે / વલસાડ : વલસાડ શહેર મધ્યે આવેલ અને વલસાડ શહેરની આગવી ઓળખ અને ધરોહર સમા કલ્યાણ બાગ અને તેની વચ્ચોવચ આવેલ જ્યોર્તિ મિનારને નામશેષ કરીને આ સ્થળે ગંદકીના ઢગલાઓ ઠપકારી દઈ અસામાજિક તત્વો માટે અડ્ડો બનાવી દેવાનું જાણે વલસાડ નગર સેવાસદનના વહીવટી તંત્ર તથા સત્તાધારીઓએ આ અમૂલ્ય જગ્યા ને માવજત અને નિભાવના અભાવે ખંડેર બનાવી દેવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાની ચર્ચાઓ શહેરમાં ઉઠી રહી છે.
વર્ષો ઉપરાંત મળતી માહિતી મુજબ વલસાડ શહેરના દાતા દ્વારા વલસાડ શહેરની જનતાને એક સારો બાગ મળે તે હેતુસર જમીન દાનમાં આપી હતી દાતા દ્વારા મળેલ દાનની જમીનમાં જે તે સમયના વલસાડ નગરપાલિકાના વહીવટી તંત્ર તેમજ સત્તાધારીઓ દ્વારા શહેરીજનો પોતાના પરિવાર બાળકો સાથે નિરાંતની ફળો વિતાવી શકે તેમ જ એનર્જી રીસ્ટોર કરી શકે તે હેતુ થી કલ્યાણ બાગના નામે એક સરસ મજાનો ઉપવન સાકાર કર્યુ અને આ ઉપવનની દેખરેખ અને સંભાળ પણ સરસ રીતે થતા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
વલસાડ શહેરના કલ્યાણ બાગની વાત અને ઉલ્લેખ થતો હોય ત્યારે પ્રથમ તેના જમીનદાતા નો ઉલ્લેખ અને તેઓએ શહેરને આપેલ અમૂલ્ય દાનનો ઉલ્લેખ ચોક્કસપણે કરવો પડે ત્યાર પછી આ કલ્યાણબાગની માવજત દેખભાળમાં જેમણે પોતાના શાસનકાળના અમૂલ્ય વારસો સાથે સ્વયમ દેખરેખની સ્વ ઈચ્છા એ જવાબદારી સંભાળી રાખી એવા શ્રી રમણ કાકા ને કેમ ભુલાય રમણકાકા જ્યારે જ્યારે પણ વલસાડ નગરપાલિકાના ઇલેક્શનમાં વિજેતા બનીને વલસાડ નગરપાલિકામાં આવ્યા ત્યારે ત્યારે તેઓએ બાગ કામ સમિતિનું મોટે ભાગે ચેરમેન પર શોભાવ્યું અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન અને તેઓના અસ્તિત્વ દરમિયાન તેઓએ ત્યારે જહેમત અને નિષ્ઠાપૂર્વક વલસાડના કલ્યાણબાગ ની શોભા અને ગરીમા ને દીપાવી.
વલસાડના કલ્યાણબાગની ચર્ચામાં જે તે સમયે વલસાડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે રહી ચૂકેલ દીપકભાઈ રાણાના નામનો પણ અચૂક ઉલ્લેખ કરવો પડે કારણ કે તેમણે પણ તેમના શાસનકાળમાં કલ્યાણબાગ નો વલસાડ શહેરની જનતાને તેઓનો પરિવાર મહત્તમ ઉપયોગ કરે અને સારી રીતે આ સ્થળની માવજત થાય તે માટે અનેક કાર્યો કર્યા અને એટલું જ નહીં આ બાગમાં તેઓ તેમના શાસનકાળ દરમિયાન નાના-મોટા પશુ પંખીઓનું સંગ્રહાલય પણ બનાવ્યું જેથી કરીને કલ્યાણબાગનું આકર્ષણ શહેરીજનોમાં વિસ્તરે વલસાડના કલ્યાણબાગને ત્યાર પછી કોઈની નજર લાગી હોય તેમ શાસનકાળ અને શાસકો બદલાયા અને ધીરે ધીરે ક્રમવાર કલ્યાણ બાગ માટે મળેલ દાંતા દ્વારા મૂળ જગ્યા ના ભાગલાઓ થવા માંડ્યા અને અહીંથી કલ્યાણબાગને નામશેષ કરવાનું એક આયોજન બધ્ધ કાવતરું રચવામાં આવ્યું અને કલ્યાણબાગ હાલમાં નામશેષ થવાની અણી ઉપર છે હાલમાં જાે દાતાઓએ આપેલ કલ્યાણ બાગ માટેની જમીનનું મૂળ માપ અને હાલની જમીનના માપનો તાળો મેળવવામાં આવે તો વલસાડ શહેરની જનતાને તેઓના આશ્રય વચ્ચે જમીનના માપનો ફરક ની જાણકારી સ્પષ્ટ પણે મળી શકે છે અને તેઓને પણ વલસાડ નગરપાલિકામાં ચાલતા અને થતા વહીવટનો ચિતાર મળી શકે છે.
વલસાડના કલ્યાણબાગ અને તેની મધ્યે આવેલ જ્યોતિમિનાર જે તે સમયના શાસક શ્રી જનાર્દન કાકા ના શાસનકાળ દરમિયાન લાખો રૂપિયાના ખર્ચે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરવા હેતુ બનાવવામાં આવેલ હતો અને આ જ્યોર્તિ મિનાર ઉપર ચડીને વલસાડ શહેરની ચારે તરફના મનોરમ્ય દ્રશ્યો નિહાળી શકતા હતા જે જ્યોતિમિનારની પણ હાલત હાલના સમયમાં તેની જાળવણીના અભાવે જર્જરી હાલતમાં છે વલસાડના કલ્યાણબાગ અને તેમાં આવેલ જ્યોતિમિનારની માવજત અને જાળવણીના નામે વલસાડ નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધારીઓ દ્વારા ફરવાયેલું ફંડના રૂપિયા ક્યાં અને કેવી રીતે અને કેટલા સાચા અર્થમાં અને કામમાં વપરાયા તેનો જાે વલસાડ શહેરીજનો સમક્ષ સ્પષ્ટ અને તટસ્થ ચિતાર પહેરવામાં આવે તો નાણાકીય ગેર વહીવટ અને નાણાંના વ્યય સિવાય બીજાે કોઈ ચિતાર પ્રજા સમક્ષ આવી શકે તેમ નથી.
વલસાડના કલ્યાણ બાગ અને જ્યોતિમિનારના માવજત અને જાળવણી હેતુ કરોડો રૂપિયાનું વલસાડ નગરપાલિકા દ્વારા એંધણ કરવામાં આવ્યું અને આવે છે અને ભ્રષ્ટ વહીવટ બંધ થાય તે હેતુ વલસાડની જાગૃત સંસ્થા જનજાગૃતિ વિકાસ મંચ દ્વારા ગત તારીખ ૧૯ એપ્રિલ ૨૦૧૩ માં વલસાડના જાણીતા અગ્રણી સ્ટ્રકચરલ ઇજનેર પાસે જ્યોતિમિનારની સધ્ધરતા અને બાકી રહેલ ગુણવત્તા પેટે એક રિપોર્ટ કાઢવામાં આવ્યો જેમાં ઇજનેર દ્વારા સ્પષ્ટ અભિપ્રાય આપવામાં આવેલ છે કે બને એટલી વહેલી તકે કલ્યાણબાગના જ્યોર્તિમિનારને ઘ્વસ્ત કરવો જનતાના હિતમાં છે આ રિપોર્ટના આધારે અને કલ્યાણબાગ સ્વયં પ્રજાના વપરાશને લાયક નહીં રહેતા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલ હોય તેમ જ રાત્રિના અંધકારમાં આ સ્થળે અનેક અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય ન્યાયના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા હેતુ સંસ્થા દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી દાખલ કરવામાં આવેલ હતી જે સંદર્ભે આજ દિન સુધી જિલ્લા કલેકટરે પણ કોઈ પણ પ્રકારની સુનાવણી હાથ ધરેલ નથી કે ન્યાયના હિતમાં કોઈ આદેશ જાહેર કરેલ નથી.
આ સમય દરમિયાન આ સંસ્થાની અરજીને ગૌણ બનાવવા હેતુ વલસાડ નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પહેલા ફરી લાખો રૂપિયા ખર્ચીને ઔપચારિક જ્યોર્તિમિનારનું રંગ રોગ કરીને ચાર પાંચ દિવસ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા લોકાર્પણ વિધિ કરી લાખો રૂપિયાનો બગાડ કર્યો હતો. હવે પ્રજા જાગે તો સારું.
વલસાડ શહેરના કલ્યાણ બાગ અને જ્યોર્તિમીનાર ની વાતો થતી હોય તેવા સમયે વલસાડ શહેરના વિનામૂલ્ય એક અનોખા ઉપહાર બાગ રૂપે મળે તે હેતુ કલ્યાણ બાગ માટે જમીનદાનમાં આપનાર દાતા નો ઉલ્લેખ ન કરીએ તો તેના આપણે આભારી ન ગણાયે વલસાડમાં એક સુંદર બાગ બને અને વલસાડના શહેરીજનો એનર્જી રીસ્ટોર કરે તેવા ઉમદા ઉદ્દેશથી બાગ માટે જમીન દાન પેટે વલસાડ નગરપાલિકાને આપવામાં આવી હતી પણ વલસાડ શહેરીજનોની કમ્બખ્તી એ છે કે વલસાડ નગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે હાલમાં કલ્યાણબાગ કહેવા પૂરતો બાગ રહી ગયેલ છે જો દાતાએ આપેલું મૂળ જમીનની ચતુર્ દિશા અને હાલના ચતુર્ દિશા ની તટસ્થ માપણી કરવામાં આવે તો શહેરીજનોની પણ જ્ઞાન પ્રાપ્ત થશે કે આપણી નગરપાલિકાએ અહીં કેટલો ગેર વહીવટ અને બાગ તથા બાગની માવજતના નામે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે
કલ્યાણ બાગ ની ચર્ચા ચાલતી હોય ત્યારે આપણે શ્રી રમણકાકા (રમણભાઈ સુપ્રીમ હોટલ વાળા) નો ચોક્કસપણે ઉલ્લેખ કરવો પડે રમણભાઈ સુપ્રીમના નામથી પ્રખ્યાત આ જનસેવક તેમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ વાર વલસાડ નગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઈને પદ ભાર સંભાળ્યો ત્યારે ત્યારે મોટેભાગે તેમણે બાગ કામ કમિટીની ચેરમેન પદ શોભાવ્યું અને તેઓની દેખરેખમાં કલ્યાણબાગ અને તેમાં આવેલ જ્યોર્તિ મિનાર તથા બાળકોની રમતગમતના સાધનોની માવજત દેખવાડ કરવા ઉપરાંત જરૂરી સાધનો વસાવા માટે પ્રયત્નશીલ રહ્યા.
આ જ રીતે કલ્યાણ બાગની ચર્ચામાં આપણે તે તે જ સમયના વલસાડ નગરપાલિકાના પ્રમુખ પદે રહી ચૂકેલ શ્રી જનાર્દન કાકા ને કેમ ભૂલી શકીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે જે વલસાડને જયોર્તિમિનાર નામની ધરોહર વલસાડવાસીઓને ભેટ રૂપે આપી આ જ્યોર્તિ મિનારની રોનક 70–80 ના દાયકામાં કંઈક અલગ જ હતી વલસાડની પ્રજા જ્યોર્તિ મિનારની તો છે જઈને વલસાડના મનોરમ્યા દ્રશ્યોનું વિહા અવલોકન કરી આનંદ અનુભવતા હતા દુઃખની વાત એ જ છે કે આજે જ્યોર્તિમિનારની માવજત અને તેની સંભાળ ના નામે લાખો રૂપિયાનો દર વર્ષે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે અને વલસાડની પ્રજાને અવારનવાર જ્યોર્તિ મિનારના નામે વલસાડ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.
છેલ્લે પણ અચૂક વલસાડ નગરપાલિકા તત્કાલીન પ્રમુખ દીપકભાઈ રાણા નો પણ ઉલ્લેખ કરવો પડે તેમના પ્રમુખ પદના શાસનકાળ દરમિયાન તેમણે પણ અંગત રસ લઈને કલ્યાણ બાગ અને જ્યોર્તિમીનાર ફરી વલસાડ શહેરની રોનક અને શાન બની રહે તે માટેના પ્રયાસ રૂપે બાગની માવજત સાથે નાનું પણ નયન રમ્ય પ્રાણીસંગ્રહાલય બનાવ્યું નાના બાળકો આનંદ પ્રમોદ સાથે રમતો રમી શકે તે માટે રમતગમતના અસંખ્ય સાધનો વસાવ્યા પણ અફસોસ આજે આ તમામ સર સાધનોનું નામ નિશાન રહ્યું નથી અને જે છે તે સાવ જર્જરીત હાલતમાં છે.
વલસાડ શહેરની પ્રજા કઈ બોલતી નથી અને મૂર્ખ બનીને તમાશા જોયા કરે છે તેનો આ વહીવટી તંત્ર ઉપયોગ કરી રહ્યું છે તે સિવાય વલસાડ નગરપાલિકા વલસાડ શહેરની પ્રજાને મળેલ અમૂલ્ય ધરોહરની સાચવણી કરવામાં રસ નથી અને આ અમૂલ્ય મળેલી ભેટોના નામે ફક્ત ભ્રષ્ટાચાર કરવો છે.