International Plastic Bag Free Day: આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેનું મહત્વ જાણો
International Plastic Bag Free Day આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષે 3 જુલાઈએ મનાવવામાં આવે છે, જેનો હેતુ લોકોમાં પ્લાસ્ટિકના દૂષણ અને તેના હાનિકારક પ્રભાવ અંગે જાગૃતિ લાવવી છે. આજકાલ પ્લાસ્ટિક આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, પરંતુ તેનો અતિશય ઉપયોગ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ દિવસે લોકો પ્લાસ્ટિકની જગ્યાએ પર્યાવરણ માટે અનુકૂળ વિકલ્પો અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ દિવસની શરૂઆત 2009માં ઝીરો વેસ્ટ યુરોપ દ્વારા થઇ, ત્યારથી સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પ્લાસ્ટિક બેગની વિઘટન પ્રક્રિયા સો વર્ષોથી પણ વધુ સમય લઈ શકે છે, જેના કારણે પાણી, જમીન અને પ્રાણીજીવન પર અસરો પડે છે. આ દિવસ પર લોકોનું ધ્યાન પ્લાસ્ટિકના નુકસાન તરફ ખેંચીને એક સ્વચ્છ અને હરિયાળુ પર્યાવરણ માટે પગલાં લેવા પ્રેરાય છે.