Home Loan શ્રેષ્ઠ CIBIL સ્કોર ધરાવો છો? તો આ છે 5 સરકારી બેંકો જ્યાંથી મળી શકે છે સૌથી સસ્તી હોમ લોન
Home Loan આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 0.50% નો ઘટાડો કરાયા બાદ, દેશની ઘણી સરકારી બેંકોએ હોમ લોનના વ્યાજદરો ઘટાડ્યા છે. ખાસ કરીને તે લોકોએ જેમનો CIBIL સ્કોર 750 કે તેથી વધુ છે, તેઓ માટે હવે ઘર લેવું વધુ કિફાયતી બન્યું છે. શ્રેષ્ઠ ક્રેડિટ સ્કોર ધરાવનારા લોકોને હવે 7.35% જેટલા ઓછા વ્યાજદરે હોમ લોન મળી શકે છે.
ચાલો જાણીએ એવી 5 સરકારી બેંકો વિશે જે હાલના સમયમાં સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે:
1. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
યૂનિયન બેંક 7.35% ના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.
પ્રોસેસિંગ ફી: લોનની રકમનો 0.50%, મહત્તમ ₹15,000 + GST.
2. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
આ બેંક પણ 7.35% વ્યાજદરે હોમ લોન આપે છે, જો તમારું CIBIL સ્કોર 800 કે તેથી વધુ છે.
પ્રોસેસિંગ ફી: લોનની રકમનો 0.50%, મહત્તમ ₹20,000 + GST.
3. બેંક ઓફ મહારાષ્ટ્ર
હોમ લોન માટે 7.35% નો દર ધરાવતી આ બેંક મહિલા અને ડિફેન્સ કર્મચારીઓને વધારાનું 0.05% ડિસ્કાઉન્ટ આપે છે.
વિશેષ લાભ: હોમ લોન લેનાર ગ્રાહકોને કાર અને એજ્યુકેશન લોન પર પણ છૂટ મળશે.
4. કેનેરા બેંક
કેનેરા બેંક 7.40% ના પ્રારંભિક દરે હોમ લોન આપે છે.
પ્રોસેસિંગ ફી: લોનની રકમનો 0.50%, ₹1,500 થી ₹10,000 સુધી + GST.
5. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
SBI 7.50% ના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન આપે છે, જે હજુ પણ બહુ સ્પર્ધાત્મક છે.
પ્રોસેસિંગ ફી: લોનની રકમનો 0.35% + GST.
જો તમારું CIBIL સ્કોર ઉત્તમ છે, તો આ બેંકોમાંથી હોમ લોન લેવું આર્થિક રીતે વાજબી છે. ઓછું વ્યાજ અને ઓછા ચાર્જ સાથે તમે લાંબા ગાળે મોટી બચત કરી શકો છો. હંમેશાં ધ્યાનમાં રાખો કે છેલ્લો નિર્ણય બેંકના અંદાજ અનુસાર લેવાતો હોય છે, તેથી પહેલાં તમામ શરતો જરીથી સમજો અને પછી નિર્ણય લો.