Monsoon cattle mosquito control tips: એક પણ પૈસા વગર ગાય-ભેંસથી 100 ફૂટ દૂર રહેશે માખી-મચ્છર
Monsoon cattle mosquito control tips: ચોમાસાની ઋતુ એ ખેડૂતો માટે એક તરફ આનંદ લઈને આવે છે તો બીજી તરફ અનેક પડકાર પણ. ખાસ કરીને પશુપાલકો માટે આ ઋતુમાં મચ્છર અને માખીઓનો ત્રાસ ખુબજ ભારે સાબિત થાય છે. આ જંતુઓના કારણે ગાય-ભેંસો ઊંઘી શકતા નથી, તેમના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે અને દૂધ ઉત્પાદન ઘટી શકે છે. જો તમે માખી-મચ્છરથી પોતાનું પશુ બચાવવા ઈચ્છો છો અને એક રૂપિયો પણ ખર્ચ્યા વિના ઉકેલ શોધી રહ્યા છો, તો નીચે આપેલા સ્થાનિક ઉપાયો તમારા માટે ઉત્તમ છે.
કાગળના ઈંડા ક્રેટનો ઉપયોગ કરો: સાંજના સમયે પશુશાળામાં ઈંડાના પેકિંગ માટે આવતા કાગળના ક્રેટને બાળો. ધીમે ધીમે ધુમાડો જે માખી-મચ્છર દુર કરશે.
લીમડાના સૂકા પાન અને તુલસીના પાન: છાણની આગમાં લીમડાના પાન અને તુલસીના પાન નાખી દો. તેનો ધુમાડો મચ્છરો અને માખીઓ માટે અસહ્ય હોય છે.
સીતાફળના પાનનો કઢો: 3 થી 4 લિટર પાણીમાં સીતાફળના પાન ઉકાળો અને જ્યારે પાણી 1 લિટર જેટલું રહે, ત્યારે તેને ઠંડું કરી સ્પ્રે બોટલમાં ભરો. પશુશાળામાં તેનું છંટકાવ કરો.
આવા દેશી ઉપાયો દ્વારા તમારા દૂધાળાં પશુઓ સ્વસ્થ રહેશે, શાંતિથી આરામ કરશે અને દૂધ ઉત્પાદન પણ યથાવત રહેશે. ચોમાસામાં પણ આ પ્રકારના ઘરેલું ઉપાય ખેડૂતમિત્રો માટે ભરોસાપાત્ર સાબિત થઈ શકે છે.