Fatty liver transplant awareness in Gujarat: દર વર્ષે 5000 જરૂરિયાત, પરંતુ માત્ર 500 ટ્રાન્સપ્લાન્ટ
Fatty liver transplant awareness in Gujarat: હાલની પરિસ્થિતિ એ છે કે ગુજરાતમાં દર વર્ષે અંદાજે 5 હજાર લોકોને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, પરંતુ તેમનો માત્ર 10 ટકા કરતા પણ ઓછી સંખ્યા ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી શકે છે. કારણો સાફ છે – ઓર્ગન ઉપલબ્ધિનો અભાવ, યોગ્ય માહિતીની અછત અને લોકોમાં ત્રાસ કે ખર્ચાનો ભય. પણ તજજ્ઞો કહે છે કે આજે ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા રીઝનેબલ છે અને સફળતાનો દર પણ 90% જેટલો છે.
ડૉ. આનંદ ખખ્ખર અને ડૉ. નિયલ મહેતાએ જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હેપેટાઇટિસ બી અને સી, આલ્કોહોલનું વધુ સેવન અને ફેટી લીવર, આ તમામ સાથે મળીને લીવર સિરોસિસ અને એન્ડ-સ્ટેજ લિવર ડિસીઝ તરફ દોરી જાય છે – જ્યાં ટ્રાન્સપ્લાન્ટ જ અંતિમ ઉપાય બને છે.
સમય રહેતાં તકદીર ફેરવી શકાય: જાણી લો બચાવના પગલાં
જો તમે નિયમિત કસરત કરો, ઓઈલથી બચો, શાકાહારી અને સંતુલિત આહાર અપનાવો અને દારૂ કે ખરાબ આદતોથી દૂર રહો તો ફેટી લીવર શરૂ થતી વખતે જ અટકાવી શકાય છે. જો લાંબા સમય સુધી ફેટી લીવર રહે તો તે સિરોસિસમાં બદલી શકે છે અને આખરે લિવર ટ્રાન્સપ્લાન્ટ સુધી લઈ જાય છે.