Harbhajan Singh જન્મદિવસે વિશેષ: હરભજન સિંહ – ભારતનો પહેલો હેટ્રિક હીરો
Harbhajan Singh ભારતીય ક્રિકેટના મહાન અને સૌથી સફળ ઓફ સ્પિનરોમાંની એક ઓળખ ધરાવતો હરભજન સિંહ 3 જુલાઈ 2025ના રોજ પોતાની જીવનયાત્રાના 45 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. ‘ટર્બનેટર’ તરીકે ઓળખાતા હરભજન સિંહે ભારતીય ટીમ માટે ઘણા અવિસ્મરણીય પળો આપ્યા છે. તેઓ 2007ના T20 વિશ્વ કપ અને 2011ના ODI વિશ્વ કપ જીતનાર ટીમનો પણ મહત્વનો હિસ્સો રહ્યા હતા.
ભારત માટે ટેસ્ટ હેટ્રિક લેનાર પહેલો બોલર
હરભજનના કેરિયરમાં સૌથી મોટો વળાંક 2001માં આવ્યો હતો, જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોલકાતામાં રમાયેલી મેચમાં હરભજને ભારતના ટેસ્ટ ઇતિહાસની પહેલી હેટ્રિક લીધી અને શ્રેણીમાં કુલ 32 વિકેટ લીધી. આ પ્રદર્શન ભારતની 2-1થી શ્રેણી જીતમાં મજબૂત આધાર બન્યું અને હરભજનના નામને મહાન સ્પિનરોની યાદીમાં સ્થાન અપાવ્યું.
IPLમાં હજુ સુધી તૂટ્યો નહીં એવો રેકોર્ડ
હરભજન સિંહનો IPLમાં પણ અભૂતપૂર્વ પ્રભાવ રહ્યો છે. 2015ની IPL સીઝનમાં, તેણે પંજાબ કિંગ્સ સામે સુચિત સાથે 7મી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી, જે આજ સુધી IPL ઇતિહાસમાં સૌથી મોટી 7મી વિકેટની ભાગીદારી છે. આ ઇનિંગમાં હરભજને 64 રન નોંધાવ્યા હતા. આમ, બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ હરભજન મંચ પર છવાઇ ગયો હતો.
હરભજન સિંહનો અદભૂત કરિયર ગ્રાફ
હરભજને કુલ 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લીધા અને બેટથી 2224 રન બનાવ્યા. વનડેમાં 236 મેચમાં 269 વિકેટ સાથે 1237 રન નોંધાવ્યા. T20 ઇન્ટરનેશનલમાં 25 વિકેટ અને IPLમાં 150 વિકેટ સાથે 833 રન બનાવ્યા. આ આંકડા દર્શાવે છે કે હરભજન સિંહ માત્ર બોલિંગમાં જ નહીં, પરંતુ બેટિંગમાં પણ કાર્યક્ષમ રહ્યા છે.
હરભજન સિંહનો ક્રિકેટ યાત્રા પ્રેરણાદાયક છે – શિસ્ત, આત્મવિશ્વાસ અને ભારતીય ટીમ માટે આપેલા યોગદાનને cricket પ્રેમીઓ હંમેશાં યાદ રાખશે. જન્મદિવસે ‘ટર્બનેટર’ને શુભેચ્છાઓ સાથે, તેમના યોગદાન માટે કૃતજ્ઞતા પણ વ્યક્ત થાય છે.