PM Modi Speech PM મોદીના ઘાના સંબોધનના 7 મહત્વપૂર્ણ મુદ્દા: “યુદ્ધ નહીં, વાતચીત અને રાજદ્વારીથી સમાધાન”
PM Modi Speech પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘાના મુલાકાત દરમિયાન તેમણે ખાસ સંબોધન કર્યું, જેમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત કરવા ઉપરાંત વૈશ્વિક અને વિસ્તારમાં શાંતિ માટેના પ્રયાસો પર ભાર મુક્યો. PM મોદીના ભાષણના 7 મુખ્ય મુદ્દા અહીં પ્રસ્તુત છે.
1. ઘાનાનો સર્વોચ્ચ સન્માન મળ્યું
PM મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ આપવામાં આવ્યું. મોદીએ આ સન્માન ભારતીય યુવાનો, સંસ્કૃતિ અને ભારત-ઘાના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું અને ઘાના રાષ્ટ્રપતિ, સરકાર અને લોકોનો આભાર વ્યક્ત કર્યો.
2. ડિજિટલ અને શૈક્ષણિક સહયોગ વધારવાનો વાયદો
ભારત ઘાનાને ડિજિટલ ટેકનોલોજી, ફિનટેક અને યુવાનોના ઉચ્ચ શિક્ષણ માટે સહાય કરશે. ITEC અને ICCR શિષ્યવૃત્તિ કાર્યક્રમોને વિસ્તૃત કરવામાં આવશે. ‘ફીડ ઘાના’ પ્રોજેક્ટને ટેકો મળશે અને ઘાના સેનાની તાલીમમાં પણ સહયોગ થશે.
3. આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે સહકાર
ભારત જન ઔષધિ કેન્દ્ર દ્વારા ઘાનાને સસ્તા અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ પૂરી પાડશે. કોરોના રસી નિર્માણમાં મદદ કરશે અને વ્યાવસાયિક શિક્ષણ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપશે. સંરક્ષણ અને સાયબર સુરક્ષા ક્ષેત્રમાં પણ સહયોગ થશે.
4. આફ્રિકન યુનિયન અને G-20
PM મોદીએ આફ્રિકન યુનિયનમાં ઘાનાના સ્થાનને મહત્વ આપ્યું અને જણાવ્યું કે આફ્રિકા G-20 નું કાયમી સભ્ય બનવું ભારત માટે ગર્વની વાત છે. બંને દેશો વ્યાપક ભાગીદારી વધારવા માટે પ્રતિબદ્ધ છે.
5. દ્રિપક્ષીય વેપાર અને રોકાણ
ભારત અને ઘાના વચ્ચેનું વેપાર 3 અબજ ડોલર પાર થઈ ચુક્યું છે. ભારતીય કંપનીઓ ઘાનામાં 900 થી વધુ પ્રોજેક્ટમાં 2 અબજ ડોલર રોકાણ કરી ચૂકી છે. આગામી 5 વર્ષમાં આ સહયોગ બમણો કરવાની યોજના છે.
List of Outcomes of PM Modi's visit to Ghana:
– Elevation of bilateral ties to a Comprehensive– MoU on Cultural Exchange Programme (CEP): To promote greater cultural understanding and exchanges in art, music, dance, literature, and heritage.
-MoU between Bureau of Indian… pic.twitter.com/an3YLI4jFT
— ANI (@ANI) July 2, 2025
6. આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત લડાઈ
મોદીએ આતંકવાદને માનવતાનો દુશ્મન કહી, બંને દેશો દ્વારા આતંકવાદ સામે સંયુક્ત લડાઈ વધારવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી.
7. યુદ્ધ નહીં, વાતચીતથી સમાધાન
પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા યુદ્ધોને લઈને બંને દેશો ચિંતિત છે. PM મોદીએ કહ્યું કે હાલનો સમય યુદ્ધ માટે નથી, પણ વાતચીત અને રાજદ્વારીથી જ સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઇએ.
આ સંબોધનથી સ્પષ્ટ થાય છે કે ભારત અને ઘાનાનું સંબંધી અને વૈશ્વિક શાંતિ માટેનું દૃષ્ટિકોણ એકસરખું છે અને બંને દેશો આગામી દિવસોમાં મજબૂત સહકાર સાથે આગળ વધશે.