Soham Parekh: દિવસમાં 2.5 લાખની આવક, એક સાથે અનેક કંપનીઓમાં કામ…
Soham Parekh: મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા અને જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી માસ્ટર ડિગ્રી મેળવનાર સોહમના સીવી મુજબ, તેમણે ડાયનેમો, યુનિયન એઆઈ, એલન એઆઈ અને સિન્થેસિયા સહિત ઘણી કંપનીઓમાં કામ કર્યું છે.
Soham Parekh: સોહમ પારેખ એક ભારતીય ઇજનેિયર છે, જે હાલમાં અમેરિકા માં ખુબ ચર્ચામાં છે અને ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે. તેની ચર્ચાનું કારણ પણ બહુ ખાસ છે. સોહમ એક સાથે અનેક જગ્યાઓ પર કામ કરે છે અને રોજબરોજ અંદાજે 2.5 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે.
સોહમે મુંબઈ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન અને જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. તેની સીવી મુજબ, સોહમે Dynamo, Union AI, Alan AI અને Synthesia સહિત અનેક કંપનીઓમાં કામ કર્યું છે.
સોહમ પારેખ શા માટે ચર્ચામાં છે?
સોહમ પારેખ લોકોની ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે મિક્સપેનલના સહ-સ્થાપક સુહેલ દોશીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લખ્યું કે એક ભારતીય વ્યક્તિ સોહમ પારેખ એકસાથે ત્રણ-ચાર સ્ટાર્ટઅપમાં કામ કરી રહ્યો છે.
PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.
I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.
— Suhail (@Suhail) July 2, 2025
તેણે આગળ લખ્યું કે આ વ્યક્તિ વાઈ કોમ્બિનેટર જેવી પ્રતિષ્ઠિત કંપનીઓને ટાર્ગેટ કરી રહ્યો છે, તેથી બધાએ સાવધ રહેવું જોઈએ. સુહેલ દોશીએ જણાવ્યું કે તેમણે આ વ્યક્તિને પહેલા જ તેના સ્ટાર્ટઅપમાંથી પ્રથમ સપ્તાહમાં નિકાળીને ચેતવણી આપી હતી.
સુહેલ દોશી દ્વારા ફ્રોડ જાહેર
એટલું જ નહીં, સુહેલ દોશીએ પોતાની સોશિયલ મીડિયા એક્સ પરની પોસ્ટમાં સોહમ પારેખનું બાયો ડેટા પણ શેર કર્યું અને તેને ૯૦ ટકા સુધી ફ્રોડ બતાવ્યો. તેણે જણાવ્યું કે તેણે સોહમ પારેખને સમજાવવાની ઘણી પ્રયત્નો કરી, પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.
અન્ય સ્થાપકોએ પણ સોહમ વિશે આવું જ અનુભવ શેર કર્યું
Lindy ની સ્થાપક Flo Crivello એ કહ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલાં પારેખને તેમની કંપનીએ નોકરી પર રાખ્યું હતું, પણ સવારે જ તેમને કાઢી નાખ્યા. તેમણે લખ્યું કે પારેખે એટલો શાનદાર ઈન્ટરવ્યુ આપ્યો કે લાગે છે તે જરૂર કોઈ સારી તાલીમ લઇને આવ્યો હશે.