Diogo Jota Passes Away: લિવરપૂલના ફોરવર્ડ ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં નિધન
Diogo Jota Passes Away: લિવરપૂલના ફોરવર્ડ ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં નિધન: લિવરપૂલના ફોરવર્ડ ડિઓગો જોટાનું સ્પેનમાં કાર અકસ્માતમાં અવસાન થયું છે. જોટાનો જન્મ 4 ડિસેમ્બર 1996ના રોજ પોર્ટો સિટી, પોર્ટુગલમાં થયો હતો.
Diogo Jota Passes Away: ફૂટબોલની દુનિયામાં મોટી દુઃખદ ખબર સામે આવી છે. પોર્ટુગીઝ મીડિયાના રિપોર્ટ પ્રમાણે, લિવરપુલના ફોરવર્ડ ખેલાડી ડિયોગો જોતા સ્પેઇનમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ડિયોગોનો જન્મ 4 ડિસેમ્બર 1996ને પોર્ટો, પોર્ટુગલમાં થયો હતો. તેમની ઉંમર ફક્ત 28 વર્ષ હતી. આ અકસ્માતમાં તેમના ભાઈ આન્દ્રે સિલ્વા પણ સાથમાં હતા અને તેમના પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આન્દ્રે સિલ્વાની ઉંમર 26 વર્ષ હતી અને તે પણ ડિયોગોની જેમ ફૂટબોલર હતા.
જમોરા પ્રાંતમાં ઘટના
હૃદય દુખાવનારી આ ઘટના સ્પેઇનના જમોરા પ્રાંતમાં બની છે. ડિયોગો જોતાએ મૃત્યુથી એક મહિના પહેલાં પોતાની લાંબા સમયની સાથી રૂટે કાર્ડોસો સાથે લગ્ન કર્યા હતા, જેમને ત્રણ બાળકો છે.