Viral Video: માણસે તળાવમાં હળદરનો ટ્રેન્ડ કર્યો
Viral Video: આ ટ્રેન્ડ કરતી વખતે, આ વ્યક્તિ સાથે એવી ઘટના બની કે તેને જોયા પછી, કોઈપણ વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી જવાનો અનુભવ થઈ શકે છે. હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Viral Video: સોશિયલ મીડિયામાં હાલમાં હળદર ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય લોકોથી લઈ બૉલીવૂડ અને રાજકારણ સુધી આ ટ્રેન્ડનો ખુબજ ઉપયોગ થઈ રહ્યો છે. હવે આ હળદર-ગ્લાસ વાળા ટ્રેન્ડમાં એક શખ્સે બધાજ હદો ઓળંગી દીધી અને આ ટ્રેન્ડ કરવા તળાવ સુધી પહોંચી ગયો.
ત્યાં તેની સાથે એવું બન્યું કે તેની જાણ હલકમાં આવી ગઈ. આ ટ્રેન્ડ દરમિયાન એ શખ્સ સાથે એવી ઘટના બની કે જોઈને કોઈના પણ પગ નીચેની જમીન ખસી જાય.
હવે આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને જોનારાઓના છૂટી ગયા છે પસીના.
હળદર ટ્રેન્ડનો સૌથી ખતરનાક વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હળદર-ગ્લાસ ટ્રેન્ડ કરવા માટે એક યુવાન હરિયાળી કાઈવાળા તળાવમાં પહોંચી જાય છે.
તળાવમાં ઉભેલા એ યુવાને સૌપ્રથમ એક ચમચી હળદર પાણીમાં નાખી અને “મેજિક” થવાની રાહ જોવા લાગ્યો. પણ તરત જ એવું કઈંક બન્યું કે તેના પગ નીચેની જમીન હકીકતમાં ખસી ગઈ.
તળાવમાં હળદર નાખતાં જ ત્યાંથી એક સાપ ફણ કાઢી ને પાણીમાંથી બહાર આવ્યો અને યુવાન પર હુમલો કરી દીધો. આ દ્રશ્ય જોઈને યુવકના તો આંખો પહોળી થઈ ગઈ અને એ તરત તળાવમાંથી દોડી નીકળી ગયો.
હકીકતમાં જ્યાં હળદર પડતી હતી ત્યાંથી જ સાપ બહાર આવ્યો અને યુવક ગભરાઈને બધું ભૂલી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
લોકો શખ્સની ચૂટકી લઈને મજાક ઉડાવે છે
આ વીડિયોને લઈને લોકોના મજેદાર અને શોકિંગ રિએક્શન્સ આવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, “લો બેટા, રીલ બની ગઈ.” બીજા યુઝરે લખ્યું, “હવે આ ઘરમા પણ હળદર જોઈને ડરી જશે.” ત્રીજાએ લખ્યું, “હળદર-ગ્લાસ ટ્રેન્ડિંગ રીલનો સૌથી ખતરનાક વીડિયો.” ચોથા જણએ કહ્યું, “બચ્યો બેટા, નહીં તો સાપ નવો ટ્રેન્ડ બનાવી દ્યેતો.”
કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે પાણીની અંદર કોઈ બેઠો છે અને તેના હાથમાં નકલી સાપ છે. હજી સુધી આનો સાચો જવાબ મળ્યો નથી કે આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે કે નેચરલ.
આ વીડિયોને 46 હજારથી વધુ લોકોએ લાઈક કર્યું છે અને અનેક લોકોએ કોમેન્ટમાં શોકિંગ ઇમોજી પણ શેર કર્યા છે.