Vaibhav Suryavanshi: માત્ર 14 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની પિચ પર 213.09 સ્ટ્રાઇક રેટથી બનાવ્યા 179 રન, ત્રણ મેચમાં જ 17 છગ્ગા ઠોકી બાધ્યું દરેકનું ધ્યાન
Vaibhav Suryavanshi: ભારતના ઉગતા ક્રિકેટ સ્ટાર વૈભવ સુર્યવંશીએ ઇંગ્લેન્ડની ધરતી પર પોતાની બેટિંગથી જબરદસ્ત પ્રભાવ છોડ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી અંડર-19 વનડે સિરીઝના માત્ર ત્રણ મેચ પછી જ તેઓ ધમાકેદાર સ્ટાઇલમાં આગળ છે.
માત્ર 14 વર્ષનો આ ખેલાડી ત્રીજા વનડેમાં ભલે 14 રનથી સદી ચૂક્યો હોય, તેમ છતાં તેની તોફાની ઇનિંગ અને એ પછીના આંકડા એ સાબિત કરે છે કે તે અન્ય તમામ ખેલાડીઓ કરતા બે પગલા આગળ છે.
છગ્ગા અને સ્ટ્રાઇક રેટમાં ટોચ પર
વૈભવ સુર્યવંશીએ અત્યાર સુધી 3 મેચમાં 213.09ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટ સાથે કુલ 179 રન બનાવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે તેઓએ આ દરમિયાન 17 છગ્ગા ફટકાર્યા છે, જે આખી સિરીઝમાં કોઈ પણ બીજા ખેલાડી કરતા વધુ છે.
તેમના પાછળ ઇંગ્લેન્ડના થોમસ રિયૂ 9 છગ્ગા સાથે બીજા નંબર પર છે, જયારે ઇસાક અહમદ 6 છગ્ગા સાથે તૃતીય સ્થાને છે. સ્ટ્રાઇક રેટની વાત કરીએ તો પણ કોઈ તેમના આસપાસ નથી; રિયૂનું સ્ટ્રાઇક રેટ 155.88 છે, જ્યારે વૈભવનું 213થી વધુ છે.
ઇંગ્લેન્ડની મુશ્કેલ પિચ પર કર્યો દબદબો
ઇંગ્લેન્ડની ઉછાળો અને સ્વિંગ ભરેલી પિચ પર જ્યાં ઘણા સંઘર્ષ કરે છે, ત્યાં વૈભવે પોતાના શોટ્સથી દરેકને આશ્ચર્યચકિત કર્યા છે. UAE અને ભારત જેવી સપાટ પિચ પર તેઓ પહેલેથી જ ધમકદાર દેખાવ આપી ચૂક્યા હતા, પણ હવે વિદેશી પરિસ્થિતિમાં પણ પોતાનું નામ ચમકાવી દીધું છે.
ભવિષ્યનો મેચ વિનર
વૈભવ સુર્યવંશીનું આ પ્રદર્શન માત્ર સિરીઝ સુધી મર્યાદિત નથી, પણ તે ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે આશાજનક સંકેત આપે છે. 14 વર્ષની નાની ઉંમરે એમની નડર બેટિંગ ભવિષ્યનો સુપરસ્ટાર તરીકે તેમનો સંકેત આપે છે.