PM Modi ભારત અને ઘાનાની સાંસ્કૃતિક મિત્રતા
PM Modi ઘાનાની સંસદને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ ભારત અને ઘાનાની સહયોગપૂર્ણ ભુમિકા અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ઘાના જેવી લોકશાહીપ્રિય ભૂમિમાં હાજર રહીને સંબોધન કરવાનો તેમને ગર્વ છે. પીએમએ ઘાનાના રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા ઉષ્માભર્યા સ્વાગત અને સર્વોચ્ચ સન્માન બદલ 140 કરોડ ભારતીયોની તરફથી આભાર વ્યક્ત કર્યો.
ભારત: લોકશાહીની માતા
પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે લોકશાહી માત્ર એક વ્યવસ્થાની વિધિ નથી, પરંતુ એ જીવંત સંસ્કૃતિ છે. દેશમાં 2,500 રાજકીય પક્ષો અને અનેક રાજ્યોમાં વિવિધ પક્ષોની સરકારો લોકશાહીના વ્યાપક સ્વરૂપનો દાખલો આપે છે. તેમણે કહ્યું કે, “જેમ ચામાં ખાંડ ભળી જાય છે તેમ ભારત ઘાનામાં ભળી જાય છે.”
આતંકવાદ અને વાતાવરણ પરિવર્તન: વૈશ્વિક પડકારો
પીએમ મોદીએ ઘાનાની સંસદમાં આતંકવાદ અને આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પડકારો પર પણ ચિંતાજનક વાણી વ્યકત કરી. તેમણે જણાવ્યું કે વિશ્વ આજે નવી ચુનૌતીની સામેથી પસાર થઈ રહ્યું છે, અને તમામ રાષ્ટ્રોએ આ પડકારો સામે સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે.
વિકાસ અને ટેક્નોલોજી ક્ષેત્રે ભારતનો ઉદ્દય
પીએમ મોદીએ ઘોષણા કરી કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. ભારત નવીનતા અને ટેક્નોલોજીનો કેન્દ્ર બન્યું છે, જ્યાં વૈશ્વિક કંપનીઓ જોડાવા ઇચ્છે છે. સાથે જ તેમણે કહ્યું કે ભારતીય મહિલાઓ આજે વિજ્ઞાન, અવકાશ, ઉડ્ડયન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં આગવી ઓળખ બનાવી રહી છે.
Addressing the Parliament of the Republic of Ghana. https://t.co/rxAOzpSnwu
— Narendra Modi (@narendramodi) July 3, 2025
વૈશ્વિક વ્યવસ્થામાં સુધારાની માંગ
મોદીએ જણાવ્યું કે બીજી વિશ્વયુદ્ધ બાદ રચાયેલ વૈશ્વિક વ્યવસ્થા હવે જૂની બની ચૂકી છે. તેઓએ ટેકનોલોજી અને ગ્લોબલ સાઉથના ઉદયને આધારે વૈશ્વિક શાસનમાં સુધારાની જરૂરિયાત વ્યકત કરી. તેમણે કહ્યું કે ભારતના G20 પ્રમુખપદ દરમિયાન ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ના મંત્ર સાથે કામ થયું.
પીએમ મોદીએ ઘાનાના પહેલા વડાપ્રધાન ડૉ. ક્વામે નક્રુમાહને શ્રદ્ધાંજલિ આપી અને તેમના લોકશાહીના વિઝનને યાદ કર્યું. નક્રુમાહના શબ્દો – “આપણને એક કરતી શક્તિઓ સહજ છે અને વિભાજન કરનાર શક્તિઓ કરતાં વધારે મજબૂત છે” – દ્વારા તેમણે ભારત અને ઘાનાની સહિયારી યાત્રાને પ્રેરણા આપી.
પીએમ મોદીના આ સંબોધનથી સ્પષ્ટ થાય છે કે ભારત વૈશ્વિક સ્તરે આપનો લોકશાહીનું નેતૃત્વ, ટેક્નોલોજીકલ વિકાસ અને સામૂહિક સહયોગના મૂલ્યોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.