Shubman Gill ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં શાનદાર પળ
Shubman Gill જ્યારે શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી અને 35 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઇનિંગ્સથી તેણે ન માત્ર ઈંગ્લેન્ડના બોલરોને પછાડ્યા, પણ ભારતીય ક્રિકેટના પાને નવું અધ્યાય લખ્યું.
ગિલની બેવડી સદી – ઈતિહાસમાં પ્રથમવાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાતી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો. યશસ્વી જયસ્વાલ અને રવિન્દ્ર જાડેજા સાથે, ગિલે શાનદાર બેટિંગ દર્શાવી. તેણે પહેલો દિવસ 114 રન પર અણનમ પૂરું કર્યો અને બીજા દિવસે પણ પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખી.
શુભમન ગિલે 222 રનની ઐતિહાસિક ઇનિંગ રમી. ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં એ પહેલી વાર બન્યું છે કે ભારતીય કેપ્ટને ઇંગ્લેન્ડની ધરતી પર બેવડી સદી ફટકારી છે. આ પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીને 1990માં 179 રનની ઇનિંગ રમી હતી – જેનો રેકોર્ડ હવે તૂટી ગયો છે.
વિરાટ કોહલીનો વિદેશી રેકોર્ડ પણ તૂટી ગયો
ગિલે હવે વિદેશી ધરતી પર સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. અગાઉ વિરાટ કોહલીના નામે આ રેકોર્ડ હતો, જેમણે 2016માં વેસ્ટ ઇન્ડિઝ સામે 200 રનની ઇનિંગ રમી હતી.
ભારતનો સ્કોર 496, ગિલ અને સુંદર ક્રીઝ પર
ટીમ ઈન્ડિયાની મજબૂત સ્થિતિ માટે ગિલ, રવિન્દ્ર જાડેજા (89) અને યશસ્વી જયસ્વાલ (87)ના યોગદાન મહત્વપૂર્ણ રહ્યા. ટીમનો કુલ સ્કોર હાલમાં 496 રન છે, જ્યાંથી એક મોટો લીડ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ક્રીઝ પર હવે પણ ગિલ અને વોશિંગ્ટન સુંદર હાજર છે.
ઇંગ્લેન્ડ તરફથી અત્યાર સુધી ક્રિસ વોક્સે બે વિકેટ લીધી છે, જ્યારે અન્ય બોલરો એક-એક વિકેટ લઈ શક્યા છે.