Japan Earthquake Prediction વૈજ્ઞાનિકો અને ભવિષ્યવક્તા બંને આપી રહ્યા છે વિનાશની ચેતવણી
Japan Earthquake Prediction વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ દેશ તરીકે ઓળખાતા જાપાન સામે ફરી એકવાર ભયાનક કુદરતી આપત્તિનો સંકટ મંડરાઈ રહ્યો છે. જાપાનની ભૂકંપ સંશોધન સમિતિ અને સરકારી પેનલના તાજેતરના અહેવાલ મુજબ, આગામી 30 વર્ષમાં 7 અથવા તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવવાની સંભાવના 82% સુધી પહોંચી ગઈ છે, જે અગાઉ 75% હતી.
નાનકાઈ ટ્રફ – વિનાશનું કેન્દ્રબિંદુ
નાનકાઈ ટ્રફ એ એક સબડક્શન ઝોન છે, જ્યાં ફિલિપાઇન સમુદ્ર પ્લેટ ધીમે ધીમે જાપાની પ્લેટની નીચે ધસી રહી છે. અહીં અગાઉ પણ અનેક ઘાતક ભૂકંપો આવી ચૂક્યા છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ અહીં જમીનની અંદર “માઇક્રો-એક્શન” નોંધ્યા છે — જેનાથી ભૂકંપની પૂર્વ ચેતવણીની શક્તિ મજબૂત થઈ છે.
પ્લેટો દરરોજ થોડા મિલીમીટરના દરે સરકી રહી છે અને જમીનમાં ધીમે ધીમે તિરાડો દેખાઈ રહી છે. આ તમામ સંકેતો ભવિષ્યમાં મોટા ભૂકંપ અને સુનામીના સંકેત આપે છે.
‘જાપાની બાબા વાંગા’ ર્યો તાત્સુકીની આગાહી
ર્યો તાત્સુકી, જેને ‘જાપાની બાબા વાંગા’ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે આગાહી કરી છે કે જાપાન અને ફિલિપાઇન વચ્ચે સમુદ્ર તળમાં મોટી તિરાડ ઊભી થશે, જે 2011 કરતાં પણ ભારે ભૂકંપ અને સુનામી લાવશે. આશ્ચર્યની વાત એ છે કે ભૂગર્ભ ગતિવિધિ તાત્સુકી દ્વારા દર્શાવેલી જ જગ્યાએ જોવા મળી રહી છે. જોકે વૈજ્ઞાનિકો તેમની આગાહીનો આધાર નથી માનેતા, પણ તેને અવગણવા તૈયાર પણ નથી.
જાપાનની નવી તૈયારી યોજના
ભવિષ્યના સંકટને જોતા જાપાન સરકારે 2014માં એક ભૂકંપ પ્રિપ્રેડનેસ યોજના અમલમાં મૂકી હતી.
તેનો હેતુ મૃત્યુદરમાં 80% ઘટાડો કરવાનો હતો.
નવા મૅપિંગ, ચેતવણી પ્રણાલી અને ભૂકંપ-પ્રૂફ ઇમારતોના માધ્યમથી માત્ર 20% અસરકારકતા સાબિત થઈ છે.
જાપાન સામે ઊભું થયેલું સંકટ ખૂબ ગંભીર છે. વૈજ્ઞાનિકો અને સ્થાનિક આગાહીઓ બંને મોટા વિનાશની સંભાવનાઓ તરફ ઈશારો કરી રહ્યાં છે. સરકારે સજાગ રહેવાની અને અગાઉથી તિયારી રાખવાની people’s participation આધારિત યોજના ઉપર ભાર મૂક્યો છે.